દેશમાં કોરોના મહામારીનું વાવાઝોડું છતાં લોકડાઉન કેમ જાહેર ન કર્યું….?

0


(હર્ષદ કામદાર)
ગત વર્ષ ૨૦૨૦માં વિશ્વભરને કોરોનાએ ભરડામાં લઈ લીધું ત્યારે કોરોના મારક રસી શોધાઇ ન હતી જે કારણે જે તે દેશોમા ડોક્ટરોએ પોત પોતાની રીતે કોરોના સંક્રમિતોના ઉપચાર કર્યા હતા. જ્યારે કે ભારતમાં આયુષ્ય મંત્રાલય દ્વારા કોરોના જંતુનો માનવ શરીર સામનો કરી શકે તેવા ઉકાળા આમ પ્રજામાં વિતરણ કર્યા હતા. તેમજ આયુષ્ય રથ દ્વારા દેશભરમાં ઉકાળાનું વિતરણ કર્યું હતું જેમાં ગુજરાત રાજ્યના અમદાવાદ ખાતે ઉભી કરવામાં આવેલ સમરસ હોસ્પિટલમાં આયુષ્ય મંત્રાલયની કોરાના મારક ઉકાળા અને આયુર્વેદિક દવાની સારવારને મોટી સફળતા મળી હતી. તેમાં ૧૮૯ કોરોના સંક્રમિતો પૈકી ૧૮૧ દર્દીઓ એક જ અઠવાડિયામાં સાજા થઇ ગયા હતા અને બાકીના આઠ દર્દીઓને ૧૫ દિવસ આયુર્વેદ સારવાર કરવામાં આવી હતી. એકંદરે આયુર્વેદ ઉપચાર કોરોના સામે રક્ષણ આપવામાં સફળ રહ્યો હતો. તેવી એ સમયમાં ચર્ચા રહી હતી. બીજી તરફ મેડિકલ ક્ષેત્રે કોરોના મારક રસી શોધવાનું સંશોધન વિશ્વના અનેક દેશોમાં વૈજ્ઞાનિકો દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ કોરોના સામે સો ટકા સફળતા મળે તેવી રસી આજદિન સુધી શોધી શકાઈ નથી. આખરે ઓગષ્ટ ૨૦૨૦માં કોરોના જંતુઓ સામે માનવ શરીર લડત આપી શકે તેવી રસી શોધવામાં કેટલાક દેશોને સો ટકા સફળતા મળી ન હતી પરંતુ સૌથી વધુ સુરક્ષિત કોરોના રસી ભારતના વૈજ્ઞાનિકોએ શોધી કાઢી તે સાથે રસીને મળેલી સફળતાને કારણે ભારત વિશ્વભરમાં છવાઈ ગયું ભારત સરકારે દેશના નાગરિકોને પ્રાધાન્ય આપી રસીકરણ શરૂ કર્યું તેમજ પડોશી દેશોને પણ રસી ડોઝ મોકલાવીને મોટી સહાય કરી અને “વસુધૈવ કુટુંબકમ્‌” ની ભાવના બતાવી અને આ કારણે વિશ્વના અનેક દેશોએ ભારત પાસેથી રસી મેળવવા લાઈનો લગાવી દીધી. તો ભારત સરકારે દેશમાં રસીકરણ પણ વધારી દીધું હતું. લોકોમા રસી લેવા બાબતે શરૂઆતમાં અનેક શંકા-કુશંકાઓ હતી જેથી મોટા ભાગે લોકો રસી લેવાથી દૂર રહેતા હતા. આખરે દેશના નામી લોકોએ, મહાનુભાવોએ રસી લેવાનું શરૂ કરતાં નાગરિકોમાં રસી માટે વિશ્વાસ જાગ્યો અને અત્યારે રસી લેવા દેશભરમાં જે તે રસી સેન્ટરો પર લાઈનો લાગી રહી છે. આ બધી બાબતો વચ્ચે શરૂઆતના તબક્કે આયુર્વેદ સારવાર સફળ થઇ હતી તે ભૂલી જવામા આવી છે કે પછી કોરાણે મુકી દેવામાં આવી છે. જેના કારણે દેશના આયુર્વેદ દવા ઉપર વિશ્વાસ રાખતા આયુર્વેદિક દવાની જે તે રોગો માટે સારવાર લેતા કે ઉપયોગ કરનારાઓને મોટો આચકો લાગ્યો છે….!!
૨૦૨૦માં વિશ્વ પર જ્યારે કોરોના ત્રાટક્યો હતો ત્યારે મોટાભાગના દેશોએ લોકડાઉનનો સહારો લીધો હતો અને તેના કારણે મોટા પ્રમાણમાં કોરોનાની સાંકળ તુટી હતી તેમ જ કોરોના કેસો પણ ઘટવા લાગ્યા હતા. એકમાત્ર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના સામે લોકડાઉનને મહત્વ ન આપતા અર્થતંત્રને મહત્વ આપ્યું હતું જે કારણે વિશ્વભરમાં સૌથી વધુ કોરોના સંક્રમિતો અમેરિકામાં હતા તેમ જ મૃતાકમા પણ વિશ્વમાં પ્રથમ ક્રમે રહ્યું હતું. અત્યારે બીજી લહેર કે ત્રીજી લહેર વિશ્વભરમાં અનેક દેશોમાં ફરી વળી છે પરંતુ કોરોનાનું રૂપ પણ બદલાયું છે. જાેકે ભારતમાં કોરોનાનો બીજાે દોર શરૂ થયો છે… અને દેશના ૯ જેટલા રાજ્યોમાં સૌથી વધુ કોરોના કેસો નોંધાયા છે…. તેમજ રોજ-બરોજ કોરોના સંક્રમિતોનો આંક વધતો જઈ રહ્યો છે. દેશભરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૧ હજારથી વધુ કેસો સામે આવ્યા છે પરંતુ ભારત સરકારે લોકડાઉનને પ્રાધાન્ય નહી આપતા અર્થતંત્રને મહત્વ આપવા સાથે કોરોના સાંકળ તોડવા માટે લોકડાઉન લાદવા જેવા પગલા લીધા નથી. કારણ લોકડાઉનને કારણે દેશના અર્થતંત્રની જે ખાનાખરાબી થઇ હતી તેમજ આમ પ્રજાને જે પરેશાની ભોગવવી પડી હતી તેનો કડવો અનુભવ છે…..! જાે કે રાજકીય પંડિતોનું કહેવું છે કે દેશનાં પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે જેને સત્તા મોહાન્ધો મહત્વ આપી રહ્યા છે….. જ્યારે કે દેશમાંની હાલત “લોગ પીંજરે મે બંધ મુર્ગો કી તરહ હો ગઈ હૈ, જીસકા નંબર આતા હૈ વોહી ચિલ્લાતા હૈ….બાકી સબ દાના ચુગતે હૈ” યે કડવા લેકીન સચ હૈ”… માનવતા નો અર્થ ભુલાઈ ગયો છે….! પછી ફરિયાદ કરવી તો કોને કરવી……??!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here