દીપિકા પાદુકોણ અભિનિત એમેઝોન ઓરિજિનલ મૂવી “ગેહરાઇયાં”ના પોસ્ટર્સનું અભિનેત્રીના જન્મદિવસે અનાવરણ

0

મુંબઈ,

એમેઝોન પ્રાઇમ વીડિયોએ આજે આગામી એમેઝોન ઓરિજિનલ મૂવી ગેહરાઇયાંના 6 નવા પોસ્ટર જાહેર કર્યા હતા. અતિ પ્રતિભાશાળી શકુન બત્રા દ્વારા નિર્દેશિત અતિ આતુરતાપૂર્વક રાહ જોવાતી આ ફિલ્મ આધુનિક જટિલ સંબંધો, એડલ્ટિંગ, જતું કરવાની ભાવના અને વ્યક્તિના જીવન પર નિયંત્રણ કરવા જેવી વિવિધ લાગણીઓનાં ઊંડાણમાં લઈ જશે. ફિલ્મની મુખ્ય અભિનેત્રી દીપિકા પાદુકોણેના જન્મદિવસે જાહેર થયેલા આ નવી ફિલ્મના પોસ્ટર્સમાં મુખ્ય કલાકારના પાત્રોના પોસ્ટર્સ, દીપિકા અને સિદ્ધાંતનું હૃદયસ્પર્શી પોસ્ટર અને અન્ય કલાકારો સાથેના પોસ્ટર સામેલ છે. ફિલ્મ વિશે જિજ્ઞાસા જગાવતા અને વિષયોના ઊંડાણને વ્યક્ત કરતાં પોસ્ટર્સ દર્શકોને આ રિલેશનશિપ ડ્રામા સાથે દર્શક શું અપેક્ષા રાખી શકે એનો ખ્યાલ આપે છે.

પોસ્ટર્સને સૌપ્રથમ દીપિકા પાદુકોણેએ એના પ્રશંસકોને સમર્પિત કરીને શેર કર્યા હતા. “આ વિશેષ દિવસે તમે મને આપેલા પ્રેમ અને તમારા ધૈર્ય બદલ આ ભેટ.”

દીપિકા પાદુકોણે ઉપરાંત ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકાઓમાં છે તેમજ ધૈર્ય કારવા, નસીરુદ્દીન શાહ અને રજત કપૂરે મુખ્ય સહભૂમિકાઓ ભજવી છે. ધર્મા પ્રોડક્શન્સ, વાયકોમ18 અને શકુન બત્રાના જોઉસ્કા ફિલ્મ્સ દ્વારા સંયુક્તપણે નિર્મિત આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયમ 11 ફેબ્રુઆરી, 2022ના રોજ એમેઝોન પ્રાઇમ વીડિયો પર 240થી વધારે દેશો અને વિસ્તારોમાં થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here