ઇન્ટરનેટ યુગમાં Wi-Fi એકદમ કોમન બની ગયું છે. તમે Wi-Fi વિશે પણ ઘણું જાણતા હશો અને રોજ બરોજ તેનો ઉપયોગ પણ કરચા હશો.. પરંતુ, WiFi જેવું એક બીજુ નામ છે Li-Fi. તમે લાંબા સમયથી Wi-Fi નો ઉપયોગ કરતા હશો, પરંતુ શું તમે Li-Fi વિશે જાણો છો. LiFiનો સંબંધ પણ ઇન્ટરનેટ સાથે જ છે. પરંતુ તેની કામ કરવાની રીત કંઈક અલગ છે.

શું હોય છે Li-Fi

Li-Fiનું ફૂલ ફોર્મ Lite Fidelity છે. તે વાયરલેસ કોમ્યુનિકેશન ટેકનોલોજી છે, જેનો ઉપયોગ ડેટા ટ્રાન્સફર માટે થાય છે. LiFi વિશે જાણતા પહેલા તમને જણાવી દઈએ કે ઈન્ટરનેટ પર જે પણ ડેટા ટ્રાન્સફર થાય છે, તે 1,0 ના રૂપમાં ટ્રાન્સફર થાય છે, જેને બાઈનરી લેંગ્વેજ કહેવામાં આવે છે. તમે ઇન્ટરનેટ પર જે પણ રિઝલ્ટ મેળવો છો તે તમને 0,1 દ્વારા મળે છે. આવી સ્થિતિમાં, જ્યારે તમે WiFi થી ઇન્ટરનેટ ચલાવો છો, તો તે ડેટા રેડિયો સિગ્નલ દ્વારા આવે છે. WiFiમાં કોઈપણ સિગ્નલ 0,1 દ્વારા ટ્રાન્સફર થાય છે, પરંતુ LiFiની પદ્ધતિ અલગ છે.

LiFi કેવી રીતે કામ કરે છે?

Li-Fiની સિસ્ટમ અલગ છે અને ડેટા ટ્રાન્સફર લાઇટ દ્વારા થાય છે. આની સિસ્ટમમાં એક એલઇડી બલ્બ હોય છે તેમાંથી નીકળતા પ્રકાશ દ્વારા ડેટા ટ્રાન્સફર કરવામાં આવશે. એટલે કે તેમાં LED દ્વારા ઇન્ટરનેટ ઉપલબ્ધ થશે. ઘણા લોકો માને છે કે રેડિયો સિગ્નલ દ્વારા ડેટા મોકલી શકાય છે, પરંતુ જો લાઇટ હંમેશા ચાલુ હોય તો 1,0 કેવી રીતે મોકલી શકાય. પરંતુ Li-Fiમાં LED બલ્બ ઝબકશે અને તેના દ્વારા ડેટા મોકલવામાં આવશે. તે થોડીક સેકન્ડોમાં લાખો વખત ઝબકશે એટલે કે બ્લીક થતો રહેશે અથવા ચાલુ રહેશે અને તેના દ્વારા તમને ઇન્ટરનેટ મળશે.

ઇન્ટરનેટ કેવી રીતે મેળવવું?

જો તમે સામાન્ય ભાષામાં સમજો છો, તો LiFiમાં LED બલ્બ દ્વારા ઇન્ટરનેટ મળે છે. જેમ કે તમારા ઘરમાં LED લગાવવામાં આવશે, જેથી તમને લાઈટ દ્વારા ઈન્ટરનેટ મળશે. તેમાં એક સિસ્ટમ પણ છે અને લેમ્પ ડ્રાઈવર પણ લગાવેલ છે, જેમાં ડેટા ટ્રાન્સફરનું મહત્વનું કામ થાય છે. આ એલઈડી ઈન્સ્ટોલ થયા બાદ તે લાઈટ દ્વારા તમને ઈન્ટરનેટ મળશે. પરંતુ હજુ તેનો વધુ ઉપયોગ થયો નથી અને તેને કોમન થવામાં સમય લાગશે. આ માટે ખાસ પ્રકારના ડિવાઝઈની જરૂર પડે છે અથવા તેમાં Li-Fi સપોર્ટ વગેરે હોવું જરૂરી છે. જો કે હજુ સુધી તે લોકો સુધી પહોંચી નથી અને આ ટેક્નોલોજીને આવતા થોડો સમય પણ લાગશે.

તેનો ફાયદો શું છે?

એવું માનવામાં આવે છે કે આવનારા સમયમાં તે ખુબ જ પોપ્યુલર થઈ શકે છે. અને પ્રકાશ દ્વારા ઈન્ટરનેટ લઈ શકાશે. જો આપણે તેના ફાયદા વિશે વાત કરીએ, તો એવું માનવામાં આવે છે કે તેની સ્પીડ વાઇફાઇ કરતા ઘણી વધારે હશે, પરંતુ તે ઘણી વસ્તુઓ ઉપર પણ નિર્ભર કરે છે. આ સિવાય, તેને વધુ સિક્યોર માનવામાં આવે છે, કારણ કે તેનો ઉપયોગ મર્યાદિત માત્રામાં થાય છે. જ્યાં સુધી Li-Fiની લાઇટ જશે ત્યાં સુધી જ ઈન્ટરનેટ મળી શકશે. તેથી કોઈ તમારા ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે નહીં..  

તેનું નુકસાન શું છે?

તેનો ગેરલાભ એ છે કે તમે તેને લાઇટ વિના યુઝ કરી શકતા નથી.. અને અંધારામાં પણ તેનો ઉપયોગ કરી શકાતો નથી. ઉપરાંત, હાલ તે ખૂબ મોંઘું પણ પડી રહ્યું છે અને તમને એક રૂમથી બીજા રૂમમાં તેનો ઉપયોગ કરવામાં પણ મુશ્કેલી પડશે… કેટલાક હિસ્સા એટલે કે જ્યાં સુધી Li-Fiની લાઈટ આવશે ત્યાં સુધી જ તેનો ઉપયોગ કરી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here