(નવસારી) યુસુફ એ શેખ

અમૃત ફળ એટલે કે કેરીની સિઝન પુરબહારમાં શરૂ થઈ છે. એક બાજુ કોરોના કહેર પણ મચક નથી આપતો ત્યારે આંબા પાકની ખેતી કરતાં ખેડૂતો માટે સુવ્યવસ્થિત બજારોમાં કેરી વેચાંણ કરી ભાવો મેળવવા મુશ્ાકેલ પડે છે, તો બીજી બાજું અમૃતફળની રાહ જોઈ રહેલા રસિયા લોકોને પણ ભીડભાડ બજારોમાં જઈ ખાત્રીની કેરી મેળવવી આ સમયમાં અઘરી પડે છે ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝીણાભાઈ પટેલ કે, જેઓ હમેશાં ખેડૂતોની અને વિધાર્થીઓની ચિંતા કરે છે. તેઓના માર્ગદશન હેઠળ કેવિકે નવસારીના વડા અને વિસ્તરણ શિક્ષણ નિયામક ર્ડા. સી. કે. ટીંબડિયા અને તેમની ટીમે ઓનલાઈન ર્માકેટીંગ એટલે કે મોબાઈલ ફોન દ્વારા સેન્દ્રિય ખેતીથી આંબા પાક ઉત્પાદન લેનાર સંપર્ક ખેડૂતોની કેરી વેંચાણ કરવા નવતર અભિયાન શરૂ કર્યુ છે. આ ઓનલાઈન બજાર વ્યવસ્થાપનમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોની ટીમ પાસે સેન્દ્બિય ખેતી કરતાં સંપર્ક ખેડૂતોની માહિતી છે. જેમાં કયાં ખેડૂતો પાસે કઈ જાત કયારે ઉતારવાના છે વિગેરે માહિતી ટેલિફોનથી મેળવી કેન્દ્ર સાથે સંપર્કમાં રહેલા શહેરીજનો કે જેઓ છેલ્લા પાંચ વર્ષથી કેવિકે કેન્દ્ર સાથે સંકળાયેલા છે તેઓને જાણકારી આપી ખેડૂતોને ગ્રાહક સાથે જોડવાની કામગીરી કરી રહયા છે.

નવસારી કૃષિ યુનિવર્સિટી દ્બારા ગયા વર્ષે કોરોના મહામારીના સમયે લોકડાઉન પિરીયડમાં સેન્દ્રિય ખેતીથી આંબા પાકનું ઉત્પાદન લેતા ખેડૂતોને કેરી વેચાણ માટે સ્ટોલ બનાવી ઉત્પાદન વેચવા સુવિધા આપી ગ્રાહકોને આંમત્રીત કરી ૧૪ ટન જેટલી કેરીનું વેચાણ કરવામાં મદદ કરી હતી. જેના માધ્યમથી રૂા.પ૦.૦ લાખથી વધારે આવક કોઈપણ પ્રકારના ખર્ચ વગર ખેડૂતોને મળી હતીે. આ વર્ષે પણ ગયા વર્ષના ગ્રાહકોની પૂછપરછ વધતા કોરોના મહામારીમાં સામાજિક અંતર જળવાય, ભીડભાડને ટાળી સંક્રમણ ઘટાડી ખેડૂતોને ટ્રાન્સપોર્ટ ખર્ચ ન થાય અને ઘર બેઠા ગ્રાહકને કોઈ કમીશન એજન્ટ કે વચેટીયાને કમીશન આપ્યા વગર સારી આવક પ્રાપ્ત કરાવી ઉત્પાદન વેચાણ વ્યવસ્થા ઓનલાઈનથી કરવા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેનો ખુબ સારો પ્રતિસાદ મળી રહયો છે. ર્ડા. રશ્મિકાંત ગુર્જર (મો.નં. ૯પ૭૪પ૪પ૪૩૬), ર્ડા. સુમિત સાંળુકે (મો.નં. ૯૭૧૪૮૯૧પ૮૯) વગેર વૈજ્ઞાનિકોની સંપર્ક ખેડૂતોની માહિતી મેળવી ઉપભોકતાને માર્ગદર્શન આપી રહયા છે. આ ઓનલાઈન માર્કેટીંગ અંતર્ગત અત્યાર સુધિમાં આટ ગામના લક્ષ્મીબેન પટેલે ૮ ટન, વાસણ ગામના સુરેશભાઈ ર ટન, કલકવા મહુવા બાલુભાઈ પટેલ આાશરે ૧૦૦ ટન, ઉદયભાઈ પટેલ અબ્રામાં, અમૃતભાઈ વાંઝણા વગેરે અનેક ખેડૂતો કેરીનું વેચાણ કરી રહયા છે. ઓનલાઈન માર્કેટીંગમાં સુરત, અમદાવાદ, વડોદરા, મુંબઈ અને નવસારી શહેરના લોકો રૂબરૂ અથવા સમુહમાં જરૂરીયાત મુજબ બે વ્યકિત ખેડૂતોના ખેતરે જઈ કુલ જથ્થો મેળવી રોકડા ચૂકવણું કરે છે. આમા ખરીદનારને મનગમતાં આંબાના ઝાડની અને જાતની કેરી મળે છે. સસ્તી અને સારી ગુણવત્તાની ખાત્રીની કેરી મળે છે. આમ ખરીદનારને છેતરાવાનું રહેતુ નથી અને ખેડૂત કુટુંબ સાથે પરિચય થાય છે. જે ફકત કેરી જ નહી અન્ય શાકભાજી, કઠોળ અને ફળપાકોની ખરીદીમાં કાયમી નિમિત બને છે. ઘણી વખત શહેરનું ગૃપ ફોન કરી ભાવતાલ નકકી કરી જથ્થો પોતાના સરનામે મોકલવા ખેડૂતને જણાવે છે, જેમાં વાહન ખેડૂત નકકી કરે છે અને વાહન ભાડું ગ્રાહક ચૂકવે છે. આમ ખેડૂતોને ઉત્પાદિત માલ લઈ બજારમાં જવું પડતું નથી અને વાહન ખર્ચ બચે છે. કમીશન એજન્ટ કે વચેટીયાને કમીશન આપવું પડતું નથી અને સારા ભાવો પણ મળે છે. એક વાત ચોકકસ છે કે આમ જનતાને સીધી જ ખેડૂત પાસેથી ખરીદી કરવામાં ભાવતાલની રકજક થતી નથી, વધારે ભાવ સીધો જ ખેડૂતોને આપવામાં હિચકિચાટ કે અવરોધ નથી. આમ ડિઝીટલ માધ્યમથી ઓનલાઈન માર્કેટીંગના આ નવતર પ્રયોગમાં ખેડૂત–ગ્રાહક સીધા જ જોડાણ પામે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો સંપર્ક કરાવે છે અને માધ્યમ બને છે.
હાલમાં નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્બારા દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના ખેડૂતોને ડીઝીટલ માધ્યમથી ઈ–માર્કેટની સુવિધા આપવા ગ્રાહકોને ખેડૂતનું નામ, પાક, ઉત્પાદન જથ્થો, સરનામું, મોબાઈલ નંબર વગેરે તમામ માહિતી મળે તેવું ઈ–માર્કેટ પોર્ટલ યૈયાર કરવામાં આવી રહયું છે. જે આગામી દિવસોમાં કુલપતિ ર્ડા. ઝેડ. પી. પટેલના હસ્તે ખુલ્લુ મુકવામાં આવશે તેમ વિસ્તરણ શિક્ષણ નિયામક ર્ડા. સી. કે. ટીંબડીયાએ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને લાભ લેવા જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here