મુંબઈ, તા.૨૧

આઇપીએલમાં રમાયેલી મેચમાં દિલ્હીએ પંજાબ સામે શાનદાર જીત મેળવી, આ જીતમાં ઓસ્ટ્રેલિયન વિસ્ફોટક બેટ્‌સમેન ડેવિડ વોર્નર છવાયો, તેને ૩૦ બૉલમાં ૬૦ રન ફટકારીને ટીમને જીત અપાવી, આ જીત બાદ તે એટલો બધો ખુશ થઇ ગયો હતો કે, તેણે મેદાન પર જ ફિલ્મ ‘પુષ્પા’ની સ્ટાઇલ કરી, જીત બાદ મેદાન પરથી પેવેલિયન જતી વખતે ‘મેં ઝૂકેગા નઇ’ બોલ્યો અને સ્ટાઇલ કરી હતી, એટલુ જ નહીં બાદમાં તેને કેપ્ટન ઋષભ પંત સાથે પણ આ સ્ટેપને ફરીથી કર્યુ હતુ.

ઇન્ડિયન પ્રિમિયર લીગ ૨૦૨૨માં આજે પંજાબ કિંગ્સ સામે દિલ્હી કેપિટલ્સનો નવ વિકેટે ભવ્ય વિજય થયો હતો. આ મેચમાં પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા આખી ટીમ ફક્ત ૧૧૫ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે ૧૦.૩ ઓવરમાં આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો અને ૯ વિકેટે મોટી જીત નોંધાવી હતી. દિલ્હી કેપિટલ્સ તરફથી ડેવિડ વોર્નરે શાનદાર અણનમ અડધી સદી ફટકારી હતી. વોર્નરે ૩૦ બોલમાં અણનમ ૬૦ રન ફટકાર્યા હતા જેમાં તેણે ૧૦ ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. તે સિવાય પૃથ્વી શૉએ પણ ૪૧ રન બનાવ્યા હતા. આ અગાઉ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. પંજાબની શરૂઆત ખરાબ રહી હતી. ફક્ત ૫૪ રનમાં જ પંજાબે ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ધવન ૯, મયંક ૨૪, લિવિંગસ્ટોન ૨ અને જાેની બેયરસ્ટો ૯ રન બનાવીને પરત ફર્યા હતા. ટીમ માટે જીતેશે ૨૩ બોલમાં ૩૨ રન બનાવ્યા હતા. જીતેશે ૨૩ બોલમાં ૫ ફોરની મદદથી ૩૨ રન બનાવ્યા હતા. અંતમાં રાહુલ ચહરે એક ફોર અને એક સિક્સરની મદદથી ૧૨ રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ તરફથી ખલીલ અહેમદ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને લલિત યાદવે ૨-૨ વિકેટ લીધી હતી. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમાયેલી દિલ્હી અને પંજાબની મેચમાં એક શાનદાર નજારો જાેવા મળ્યો, દિલ્હીની જીત બાદ ફરી એકવાર સાઉથ ઇન્ડિયન સ્ટાર ફિલ્મ ‘પુષ્પા’ સ્ટાઇલ જાેવા મળી, આ વખતે આ સ્ટાઇલના સ્ટેપ ખુદ ડેવિડ વોર્નરે મેદાન પર કર્યા હતા, અને તેનો વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here