અમદાવાદ,તા.૧૬
શહેરમાં હજી અસામાજિક તત્વો માથું ઊંચકી રહ્યા છે. જેમાં સંખ્યા બંધ હત્યાના બનાવો અને ત્યાર બાદ હવે લોકો આતંક ફેલાવવા બજારમાં તલવાર લઈને ફરી રહ્યા છે. એવો એક બનાવ અમદાવાદના જુહાપુરાના વિસ્તારમાં બન્યો છે. તલવાર લઈને લોકોમાં રોફ જમાવતા ફરતા ૫ શખ્સોની વેજલપુર પોલીસે ધરપકડ કરી છે.

વેજલપુર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે જુહાપુરામાં અમુક અસામાજિક તત્વો હથિયારો સાથે ફરી રહ્યા છે. જેથી પોલીસે તપાસ કરતા ગુનાહિત ઇતિહાસ ધરાવનાર ફારૂખ સાઈ નામનો આરોપી મળી આવ્યો હતો. આરોપી સામે અગાઉ વેજલપુર પોલીસ સ્ટેશનમાં મારામારી સહિતના ગુનાઓ નોંધાયા હોવાથી તેને પોલીસ શોધતી હતી. પરંતુ તે પોલીસના હાથે લાગતો ન હતો ત્યારે આરોપીની સાથે અન્ય ૪ ઈસમો પણ ઝડપાતા પોલીસે તેઓની તપાસ કરતા ૫ જેટલી તલવારો પણ મળી આવતા તમામ ઈસમોની ધરપકડ કરી હતી. ફારૂખ સાઈ પાસેથી એક દારૂની બોટલ પણ કબ્જે કરી પ્રોહીબિશન સહિતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આરોપી જુહાપુરાના કુખ્યાત કાલુ ગરદનનો સાગરીત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જાેકે પોલીસે આ બાબતને નકારીને જણાવ્યું હતું કે, ફારૂખ સાઈ અલગ ગેંગ ચલાવતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here