Safeer News

Breaking News from Ahmedabad

Tech દેશ

WhatsApp પર આવી રહ્યું છે આ ધમાકેદાર ફીચર, તમારા એકાઉન્ટને મળશે Z+ સીક્યોરીટી

WhatsAppના ફીચર્સને ટ્રેક કરતી WABetaInfoએ આ બે નવા ફીચર્સ વિશે માહિતી આપી છે. નવા ફીચરનું ટેસ્ટિંગ WhatsAppના બીટા વર્ઝન 2.22.17.22 પર કરવામાં આવી રહ્યું છે.

METAની માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppની સુરક્ષા માટે એક નવું ફીચર આવી રહ્યું છે. WhatsAppના આ ફીચરની શરૂઆત બાદ તમારા એકાઉન્ટની સુરક્ષા વધી જશે અને લોગીન માટે મંજૂરી લેવી પડશે. આગામી ફીચર ટુ-સ્ટેપ વેરીફીકેશનનું વિસ્તૃત વર્ઝન હોવાનું કહેવાય છે, જો કે ફીચર હજુ પણ ટેસ્ટીંગ મોડમાં છે. WhatsAppના નવા અપડેટ પછી તમારું એકાઉન્ટ કોઈપણ ફોન અથવા વેબ વર્ઝન પર લૉગ ઇન થતાં જ તમને તે સમય દરમિયાન લૉગિનનું નોટિફિકેશન મળશે. WhatsApp અન્ય એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેના આવ્યા બાદ ગ્રુપના પૂર્વ મેમ્બરને પણ જોઈ શકાશે એટલે કે જો કોઈએ WhatsApp ગ્રુપ છોડી દીધું છે, તો તે પછી પણ તેની ઓળખ તે ગ્રુપમાં જ રહેશે.

WhatsAppના ફીચર્સને ટ્રેક કરતી WABetaInfoએ આ બે નવા ફીચર્સ વિશે માહિતી આપી છે. નવા ફીચરનું ટેસ્ટિંગ WhatsAppના બીટા વર્ઝન 2.22.17.22 પર કરવામાં આવી રહ્યું છે. લોગિન એપ્રુવલ ફીચર હેઠળ યુઝર્સને એપમાં જ લોગિનનું એલર્ટ મળશે. ઉદાહરણ તરીકે જો તમારા એક ફોનમાં WhatsApp પહેલાથી જ લૉગ ઇન છે અને તમે બીજા ફોનમાં તે જ એકાઉન્ટમાં લૉગિન કરો છો, તો તમને લૉગિન મંજૂરી માટે ચેતવણી મળશે. ત્યાર બાદ લોગીન એપ્રુવલ આપ્યા બાદ જ અન્ય ફોનમાં WhatsApp લોગીન થશે. જો કોઈને તમારા WhatsApp એકાઉન્ટનો છ-અંકનો સિક્યોરિટી કોડ ખબર હોય તો આ ફીચર કામ કરશે.

જણાવી દઈએ કે, WhatsApp અન્ય એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેના આવ્યા બાદ ગાયબ થયેલા મેસેજને કોઈપણ સમયે જોઈ શકાશે. હાલમાં યુઝર પાસે તેના મેસેજ ડિલીટ કરવા 24 કલાક, 7 દિવસ અને 90 દિવસનો સમય હતો, પરંતુ આ ફીચર પછી ગાયબ થઈ ગયેલ ફીચર ઓન થયા પછી પણ કોઈ મેસેજ ક્યારેય ડિલીટ થશે નહીં.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *