Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ખેરોજ પોલીસ સ્ટેશનના PIને ઘોડી પર બેસાડી દેશભક્તિના ગીતો સાથે વિદાય આપી

ગુરુવારની રાત્રે ખેરોજ પોલીસ સ્ટેશનમાં વિદાય સમારંભ યીજાયો હતો.

સાબરકાંઠા,

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના  ખેરોજ પોલીસ સ્ટેશનના PIની સુરત શહેરમાં બદલી થવાને લઈ પોલીસ સ્ટાફ અને સ્થાનિકોએ ગઈકાલે રાત્રે શુભેચ્છાઓ આપ્યા બાદ DJ સાથે ઘોડી પર દેશભક્તિના ગીતો સાથે વિદાય આપી હતી.

ખેરોજ પોલીસ સ્ટેશનમાં PI તરીકેની ફરજ બજાવતા જીગ્નેશ રાઠવાને પોલીસ સ્ટાફ તથા સ્થાનિકોએ DJની ધૂન અને ઘોડી પર બેસાડીને અનોખી રીતે વિદાય આપી હતી. ગુરુવારની રાત્રે ખેરોજ પોલીસ સ્ટેશનમાં વિદાય સમારંભ યીજાયો હતો.

PI જીગ્નેશ રાઠવાને ખેરોજ પોલીસ સ્ટેશનના સ્ટાફે સાફો પહેરાવી ઘોડી પર બેસાડીને DJ સાથે દેશભક્તિના ગીતો સાથેનો વરઘોડો કાઢીને સૌએ PI જીગ્નેશ રાઠવાને ખભે બેસાડી વિદાય આપી હતી.

(અરવિંદ ભાઈ બાકોલા)