Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

રાહુલ ગાંધીએ બધાં મોદી ચોર-વિવાદિત ટિપ્પણી પર કૉર્ટમાં માફી માગવાની પાડી ના…

માનહાનિના કેસમાં આજે સૂરતની મેજિસ્ટ્રેટ કૉર્ટમાં રજૂ થયેલા કૉંગ્રેસના પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાનું નિવેદન નોંધાવતા માફી માગવાની ના પાડી દીધી છે. 2019 લોકસભા ચૂંટણી દરમિયાન મોદી સરનેમ પર વિવાદિત ટિપ્પણી કરનારા કૉંગ્રેસના સાંસદે કૉર્ટને કહ્યું કે વ્યંગ્ય કરી રહ્યા હતા. સાથે જ એ પણ કહ્યું કે હવે તેમને આ વિશે કંઇપણ યાદ નથી.

મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે, રાહુલ ગાંધીએ કૉર્ટમાં કહ્યું, “મારો ઇરાદો કોઇપણ સમુદાયને નિશાનો બનાવવાનો નહોતો. હું ફક્ત ચૂંટણી દરમિયાન કટાક્ષ કરી રહ્યો હતો. મને આ વિશે વધારે યાદ પણ નથી.” કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીના વકીલે પણ કહ્યું કે તેમના ક્લાઇન્ટ માફી નહીં માગે. કેસની આગામી સુનાવણી 11 જુલાઇના થશે. ગુજરાતના એક વિધેયકે રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. સૂરતથી ભાજપ વિધેયક પૂર્ણેશ મોદીએ આઇપીસી ધારો 499 અને 500 હેઠળ એપ્રિલ 2019માં રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એક અઠવાડિયા પહેલા સૂરતા મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ એ એન દવેએ કેસમાં અંતિમ નિવેદન નોંધાવવા માટે રાહુલ ગાંધીને 24 જૂનના રોજ કૉર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો.

વિધેયકે પોતાની ફરિયાદમાં આરોપ મૂક્યો હતો કે રાહુલ ગાંધીએ 2019માં એક ચૂંટણી રેલીમાં આ કહીના આખા મોદી સમુદાયની માનહાનિ કરી કે, “બધા ચોરોનું એક જ ઉપનામ મોદી કેવી રીતે છે?” કર્ણાટકના કોલારમાં 13 એપ્રિલ 2019માં થયેલી ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ કહેવાતી રીતે કહ્યું કે, “નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી… આ બધાનું એક જ ઉપનામ મોદી કેવી રીતે છે? બધા ચોરોનું એક જ ઉપનામ મોદી કેવી રીતે છે?” રાહુલ ગાંધીએ કહેવાતી રીતે જ્યારે આ ટિપ્પણી કરી હતી ત્યારે તે કૉંગ્રેસના અધ્યક્ષ હતા. આ પહેલા રાહુલ ગાંઘી ઑક્ટોબર 2019માં કૉર્ટમાં હાજર રહ્યા હતા અને તેમણે આ ટિપ્પણી માટે પોતાની દોષી માન્યા નહોતા. 

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *