Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ મનોરંજન

આવનારી ગુજરાતી ફિલ્મ “પેન્સિલ”ના શૂટિંગના શ્રી ગણેશ કરાયા

(રીઝવાન આંબલિયા)

ગુજરાતી ફિલ્મ “પેન્સિલ”નું શુટિંગ ૨૨ દિવસ સુધી ચાલશે જયારે આખી ફિલ્મનું શૂટિંગ અમદાવાદમાં થવાનું છે.

અમદાવાદ,તા.2

હવે સિનેમા ઘરોમાં અવનવા વિષયો સાથે ગુજરાતી ફિલ્મ આવી રહી છે. ત્યારે વધુ એક “પેન્સિલ” નામની ગુજરાતી ફિલ્મના શૂટિંગના આજથી શ્રી ગણેશ થયા છે.

આ ફિલ્મના કલાકારો જેવા કે, જાણીતા સિંગર અરવિંદ વેગડા અભિનેતા સંજયસિંહ ચૌહાણ તેમજ શૌનક વ્યાસ સહિતના કલાકારોએ આજે ગણેશ પૂજન કરીને શૂટિંગની શરૂઆત કરી હતી. આમ તો નિર્માણ પામી રહેલી  ગુજરાતી ફિલ્મ “પેન્સિલ”નું શુટિંગ ૨૨ દિવસ સુધી ચાલશે, આખી ફિલ્મનું શૂટિંગ અમદાવાદમાં થવાનું છે. “પેન્સિલ” મુવી ગુજરાતી ક્રાઈમ કોમેડી બેઝ મુવીની થીમ બેઝ છે.

આ ફિલ્મનું દિગ્દર્શન અખિલ કોટક દ્વારા કરવામાં આવી રહ્યું છે જયારે કમલેશ ત્રિવેદી, હેમેન્દ્ર ગુપ્તા અને અનિલ ક્રિષ્ના દ્વારા તાનારીરી પ્રોડક્શન અને અખિલ કોટક પ્રોડક્શન્સના બેનર હેઠળ બની રહી છે.

નવા વિષય સાથે આકાર પામી રહેલી ગુજરાતી ફિલ્મ “પેન્સિલ” આવનાર ત્રણ મહિના બાદ ગુજરાતી સિનેમા ઘરોમાં નિહાળી શકાશે.