Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદના આંગણે “મિર્ઝા ગાલિબ”નું નાટ્યાત્મક પુનરાગમન

(રીઝવાન આંબલીયા)

બે કલાકના આ રોમાંચક પ્રવાસ દરમ્યાન જગજિતસિંહએ સ્વરબદ્ધ કરેલ ગાલિબની ગઝલો નૌશાદના સ્વરમાં ગવાતી જાય અને આપણને ગાલિબના જીવનની ઝાંખી થતી જાય

અમદાવાદ,

તાજેતરમાં તા.8મી ફેબ્રુઆરીના રોજ રાત્રે નવ વાગે નૌશાદ લાઈટવાલાએ સાહિત્ય પરિષદના નાટયગૃહમાં એક સાથે બે દિગ્ગજો “મિર્ઝા ગાલીબ” અને “જગજીતસિંહ” એક અભિનય અને એક અવાઝ આ બન્નેમાં મહારથ નૌશાદ લાઈટ વાલા સાહેબ આબેહુબ સંગીતમય પરકાયા પ્રવેશ કર્યો. એક શાયરે આઝમ મિર્ઝા ગાલિબ અને બીજા ગાયને આઝમ, જગજીતસિંહ જેમની આજના દિવસે જ જન્મતિથિ હતી. આવી અનોખી અને શાનદાર સંગીતમય શ્રદ્ધાંજલિના સાક્ષી થવાનું સદભાગ્ય ઘણા બઘા મહેમાનોને સાંપડ્યું હતું.

વાહ ક્યા બાત નૌશાદ અને એમની સમગ્ર પ્રોડક્શન ટીમ ! બધું જ નખશિખ અને સાદ્યંત અદભૂત. પડદો ખુલતાની સાથે તમે ગાલિબની હવેલીનું આબેહૂબ દર્શન કરો જ્યાં સ્ટેજની બરાબર મધ્યમાં ગાલિબ પોતાનું કલમ પકડીને બેઠા હોય અને એક ગાઈડ તમને ત્યાં ફેરવતાં ફેરવતાં ગાલિબની જીવનની સંગીત સભર સફરે લઈ જાય છે. આ આખી પરિકલ્પના જ કેટલી અદભૂત છે..! બે કલાકના આ રોમાંચક પ્રવાસ દરમ્યાન જગજિતસિંહએ સ્વરબદ્ધ કરેલ ગાલિબની ગઝલો નૌશાદના સ્વરમાં ગવાતી જાય અને આપણને ગાલિબના જીવનની ઝાંખી થતી જાય વચ્ચે વચ્ચે કથ્થક નૃત્ય icing on a cakeની જેમ આપણું મન બહેલાવતું જાય. આટલો સુંદર અને innovative પ્રયોગ એક સોલીડ ટીમવર્ક, અને કંઇક નવું કરવાની પ્રતિબદ્ધતા વગર શક્ય જ નથી અને નૌશાદ લાઈટ વાલાની ટીમે એ સાબિત કરી બતાવ્યું કે, તે આવી ચેલેંજને પહોંચી વળવા પુરેપૂરા સક્ષમ છે.

નાટકના ક્રિએટિવ ડિરેક્ટર અંકુર પઠાણ, ગાલિબની ભૂમિકા અભિનય અને ગાયન વડે સુપેરે નિભાવનાર નૌશાદ લાઇટવાલા, અધિકૃત Costumeથી પાત્રોને સજનાર શ્રીમતી સાજેદા નૌશાદ, પ્રકાશ આયોજક હેરી, મૂળ સંગીતને સરસ રીતે Recreate કરનાર કિન્નર ઠાકોર, ગાલિબની હવેલીને રંગમંચ ઉપર આબેહૂબ ઊભી કરનાર સેટ ડિઝાઈનર નવમાન સુબેદાર અને તે ડિઝાઇનને સ્ટેજ ઉપર સાકાર કરનાર Jhonty, મેકઅપ આર્ટિસ્ટ ધનલક્ષ્મી ત્રિવેદી, નૃત્યંગના દિવ્યા ઠક્કર અને ગાવામાં નૌશાદને સાથ આપનાર દેવાંગી બર્હ્મભટ્ટ, પોતાના વાચિક અભિનય વડે સ્ટેજને જીવંત રાખનાર નીતિ અને સંજય શ્રીવાસ્તવ અને last but not a least, સતત સાથ આપનાર નિસર્ગ ત્રિવેદી. આ સૌ કલાકારોએ પોતાના Full commitment વડે આ નાટય પ્રયોગને એક મુઠ્ઠી ઊંચેરો દરજ્જો આપી દીધો તે માટે આ સૌની પીઠ થાબડવાનું મન થાય છે.

સૌ ગાલિબ અને જગજીતના ચાહકોએ આ ફરી એકવાર થાય ત્યા સુધી રાહ જોવી જ જોઈએ અને અમદાવાદની બહાર પણ તેના વધુ પ્રયોગો થવા જોઈએ.
All the very best Naushad and Ankoor Pathan…..

આ સમગ્ર કાર્યક્રમની ફોટોગ્રાફી આપણા સૌના જાણીતા સેલિબ્રિટી ફોટોગ્રાફર જયેશભાઈ વોરાએ કરી હતી.