(રીઝવાન આંબલીયા)
માણસની દિવસની દિનચર્યામાં થાકેલી તણાવભેર જિંદગીમાં હસીને લોટપોટ કરતુ ગુજરાતી નાટક “અરે.. કોઈ પપ્પુ ને પરણાવો”
અમદાવાદ,તા.૧૨
નાટક એ મનોરંજન માટેનું જીવતું ઉદાહરણ છે કેમ કે, ત્યાં જીવતા માણસો જીવતા માણસ સાથે મનોરંજન કરે છે. આ નાટ્યની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામા હતી. તણાવભરી જિંદગીમાં એક સાંજ પણ જો હસતાં હસતાં વીતે તો એનાથી વધારે સારું બીજું શું હોય શકે… ?
એક પછી એક શીનમાં પ્રેક્ષકોની વાહ વાહ મેળવતું. સંવાદે સંવાદે તાળીઓના ગડગડાટ અને 12 વખત વન્સમોરની બૂમાબૂમ સાથે એકી અવાજે વખણાયેલી સાવ નવી જ કોમેડી નાટક…
આ મનોરંજનનો રસથાળ.. ચિરાગ ખાદી ગ્રામોદ્યોગ વિકાસ સંઘ દ્વારા પ્રસ્તૂત કરવામાં આવ્યું હતું. અદ્વૈત પ્રોડક્શન હાઉસનું કેતન દવે નિર્મિત નાટક “અરે..કોઈ પપ્પુ ને પરણાવો..”
વર્ષોથી સ્ત્રી સશક્તિકરણ, સ્વરોજગાર અને બાળ શિક્ષણના ક્ષેત્રે સામાજિક કાર્યકર તરીકે અથક સફળ પ્રયત્નો કરતી સંસ્થા ચિરાગ ખાદી ગ્રામોદ્યોગ વિકાસ સંઘના પ્રમુખ હેમલ બેન શાહ દ્વારા યુગ મહેતા લિખિત તથા દિગ્દર્શન થયેલી અને ગુજરાતી સિરિયલ ફિલ્મ અને નાટકના જાણીતા કલાકારો દ્વારા રજૂ થતું. આ નાટક ખરેખર સાંજનો થાક ઉતારી દેશે એમાં બે મત નથી.
અમદાવાદની નાટ્યપ્રિય જનતા માટે સાંજ ઉજવવાનો અવસર આવ્યો. આ નાટક તારીખ 12 એપ્રિલ 2024માં ટાગોર હોલ ખાતે યોજાયુ હતું. જાણીતા કલાકારોમાં પ્રકાશ જોષી, નિશીથ નાયક, રાજકરમ ચંદાની, રુચિતા ચોથાણી, અમિત આકોલકર, મિતેશ પ્રજાપતિ, હેતવી સોઢા, દિતિ પટેલ, વૈદિક પંડ્યા દ્વારા રજૂ થતું આ નાટક ખરેખર સાંજનો થાક ઉતારી દેશે એમાં બે મત નથી. ગુજરાતી મનોરંજન નાટ્ય જગતમાં ભાગ્યે જ એવા નાટક હોય છે, જે હસીને લોટપોટ કરાવી દે છે, તેમાનું આ એક નાટક છે “અરે.. કોઈ પપ્પુ ને પરણાવો..” આ નાટ્ય કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે હકાભા ગઢવી, નિસર્ગ ત્રિવેદી , કવિરાજ પિયુગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
યુગ મહેતા લિખિત :
મિત્રો સાથે ફુલ ફેમિલી સાથે પણ થિયેટર સુધી નાટ્ય જોવા જવું જોઈએ. આ સિવાય ગુજરાતી નાટ્ય જગતમાં અનેક સારા એવા ભાગ ભજવ્યા છે. “અરે કોઈ પપ્પુ ને પરણાવો..” નાટક જો તમે હજીસુધી ન જોયું હોય તો આવનારા દિવસોમાં જરૂરથી જોવા જજો.
ફુલ ફેમિલી પૈસા વસૂલ કોમેડી નાટક અચૂક માણવા જજો કોઇપણ દ્વિ અર્થી કોમેડી નથી માટે વડીલો સાથે જોવા જજો ફરી એકવાર નાટક સાથે જોડાયેલા તમામ વ્યક્તિને શુભેચ્છા તેમજ અભિનંદન મીડિયા મિત્ર દ્વારા અમને મીડિયા માટે આમંત્રણ હતું તેઓને પણ ખૂબ ખૂબ અભિનંદન મીડિયા તરીકે આપણા સેલિબ્રિટી ફોટોગ્રાફર જયેશભાઈ પણ હાજર રહ્યા હતા.
(ફોટોગ્રાફી : સેલિબ્રિટી ફોટોગ્રાફર જયેશભાઈ)