Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદમાં કેમિકલ માફિયાઓ દ્વારા પર્યાવરણને તબાહ કરાયો

જીપીસીબી જાણે ઘોર નિંદ્રામાં હોય તેવી નિતી
અમદાવાદ,

કેમિકલ બનાવતી ફેક્ટરીઓ પ્રદૂષણના મામલે જીવતા બોંબ સમાન હોય છે. સૌથી વધુ પ્રદૂષણ આ ફેક્ટરીઓમાંથી ફેલાતું હોય છે. ત્યારે તેના કારણો જાેઈએ તો મંજૂરી કરતાં અનેકગણું ઉત્પાદન કરવુ એ એક કારણ છે. અનેક ફેક્ટરીઓમાં ઈટીપી કાર્યરત્‌ નથી હોતા. અથવા તો અંશતઃ કાર્યરત્‌ હોય છે. એપીસીડી પણ ચાલતું નથી હોતું. એફ્લ્યુઅન્ટને બાયપાસ કરાતું હોય છે. મંજૂરી વગરની અનેક પ્રોડક્ટ્‌સ બનાવાતી હોય છે. હાનિકારક કચરાનો ગેરકાયદે નિકાલ કરાતો હોય છે. વાસણ બનાવતા કારખાનાઓ અને ઈલેક્ટ્રોપ્લેટિંગ કરતાં કારખાનાઓ પૈસાની લાલચે મંજુરી કરતાં અનેકગણું ઉત્પાદન કરતાં હોય છે. એફ્લ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવું કશું હોતું જ નથી. એફ્લ્યુઅન્ટને બાયપાસ કરી દેવાતું હોય છે. તેમજ વાસણ ધોવા માટે વપરાતું અને ઈલેકટ્રોપ્લેટિંગમાં વપરાતું એસિડ વપરાશ બાદ ગેરકાયદે ડ્રેનેજમાં કે રીવર્સ બોર કરીને છોડી દેવામાં આવતું હોવાના લીધે પ્રદૂષણ ફેલાય છે.

પર્યાવરણની સમતુલા ખોરવવાથી ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યા પેદા થઈ છે. જળ, વાયુ અને જમીનનું પ્રદૂષણ એટલું વધી ગયું છે કે કુદરતે તેનો સ્વભાવ છોડી દીધો છે. જેના લીધે આરબ દેશોમાં બરફવર્ષા થઈ રહી છે. ગ્લેશિયર સતત પીગળી રહ્યાં છે. ગ્રીનલેન્ડમાં ર૭ જુલાઈએ ગ્લેશિયર પીગળતાં એક જ દિવસમાં રર ગીગા ટન બરફ પીગળીને સમુદ્રમાં સમાઈ ગયો છે. અતિવૃષ્ટિ થાય છે. વિશ્વનું સરેરાશ તાપમાન વધી રહ્યું છે. જેના લીધે સતત લીલાછમ રહેતાં પ્રદેશો દુષ્કાળની ઝપેટમાં આવી ગયા છે. જ્યાં સતત વરસાદની અછત રહેતી હતી એવા વિસ્તારોમાં વરસાદ માઝા મૂકીને તબાહીનું મંજર સર્જી રહ્યો છે. ક્યાંક ભીષણ ગરમી પડી રહી છે તો ક્યાંક ભયાવહ હોનારત સર્જાઈ રહી છે. વિશ્વના દરેક દેશ ગ્લોબલ ર્વોમિંગની અસરો ખાળવા અનેક પગલાંઓ લઈ રહ્યા છે. છતાં કુદરત હજુ મચક નથી આપતી. કારણ કે આપણે જેટલું પર્યાવરણ સુધારીએ છીએ તેના કરતાં અનેકગણું બગાડી રહ્યા છીએ.

ક્ષમતા અને મંજૂરી કરતાં અનેકગણું ઉત્પાદન થઈ રહ્યું છે. અનેક કારખાનાઓમાં ઈટીપી કાર્યરત્‌ નથી હોતા. અથવા તો અંશતઃ કાર્યરત્‌ હોય છે. એપીસીડી પણ ચાલતું નથી હોતું. એફ્લ્યુઅન્ટને બાયપાસ કરાતું હોય છે. મંજૂરી વગરની અનેક પ્રોડક્ટ્‌સ બનાવાતી હોય છે. હાનિકારક કચરાનો ગેરકાયદે નિકાલ પણ કરાતો હોય છે. વપરાયેલા કેમિકલનો ગેરકાયદે નિકાલ અને હાનિકારક કેમિકલના અતિ ઉપયોગથી પ્રદૂષણ ફેલાય છે. કોઈપણ રાજ્ય વિકાસ ઝંખતું હોય છે. પરંતુ વિનાશના સહારે વિકાસ ન હોવો જાેઈએ. જ્યારે વિનાશના સહારે વિકાસ સાધવામાં આવે ત્યારે તે વિકાસ કોઈ કામનો રહેતો નથી. પ્રજાને આવા વિકાસના ફળ હંમેશા કડવા લાગે છે.

અમદાવાદમાં કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ, ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝ અને પ્રોસેસ હાઉસ બિઝનેસ ખુબ જ ફૂલ્યો ફાલ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે પર્યાવરણનું બેરહેમીથી નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. પર્યાવરણની સુરક્ષાની જેમની જવાબદારી છે એવા ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની છાતી પર જ બેસીને કેમિકલ માફિયાઓ પર્યાવરણને તબાહ કરી રહ્યાં છે. કરોડોની કાળી કમાણીના મોહમાં અંધ બનેલા જીપીસીબીએ નીતિ-નિયમોનો અમલ કરાવવાના મામલે આંખે પાટા બાંધી લીધા છે. ત્યારે કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ અને પ્રોસેસ હાઉસ ઈન્ડસ્ટ્રીઝના માફિયાઓ જીપીસીબી સાથે મળીને કેવી રીતે પર્યાવરણને તબાહ કરી રહ્યા છે તેનો સવિસ્તાર અહેવાલ સ્થાનિક અખબાર સંદેશ પ્રસ્તુત કરી રહ્યું છે. અમદાવાદના ઓઢવ, નરોડા, નારોલ, વટવા, દાણીલીમડા અને ચાંગોદર તથા સાણંદમાં ટેક્સ્ટાઈલ, ડાય અને ડાય કેમ, પેસ્ટિસાઈડ, ફાર્માસ્યુટિકલ, ઝેરી કેમિકલ, જ્વલનશીલ કેમિકલ, મેટલ ફિનિશિંગ, ઈલેક્ટ્રોપ્લેટિંગ તથા કાપડની પ્રોસેસ હાઉસ ઈન્ડસ્ટ્રીઝ ખુબ મોટા પ્રમાણમાં વિકસી છે. પરંતુ આ તમામ ઉદ્યોગોમાંથી નીકળતું ઝેરી કેમિકલ વાળું પાણી, ઝેરી ધુમાડો, ગંદી વાસ, કે ઘન હાનિકારક કચરો પર્યાવરણને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહ્યાં છે. જેના કારણે પર્યાવરણનું સમતોલન ખોરવાઈ રહ્યું છે. પર્યાવરણને નુકસાન ન થાય તે માટે દરેક ઈન્ડસ્ટ્રીઝ માટેના વિશેષ નિયમો છે. દરેક ઈન્ડસ્ટ્રીઝ પર્યાવરણને લગતાં નિયમો પાળે તે જાેવાની જવાબદારી ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની છે. પરંતુ પર્યાવરણની જાળવણીની ચિંતા કરવાના બદલે પોતાના ખિસ્સાની વધુ ચિંતા કરતું હોવાથી પ્રદૂષણ ફેલાવનારા ઉદ્યોગોને પ્રદૂષણ ફેલાવવાનો જાણે પીળો પરવાનો મળી ગયો છે.

વટવા, ઓઢવ, દાણીલીમડા વિસ્તારમાં હવે જમીનમાંથી લાલ, લીલું કલરવાળું પાણી આવવા લાગ્યું છે. છ પ્રકારની ઈન્ડસ્ટ્રીઝમાં સૌથી વધુ પ્રદૂષણ ફેલાય છે. સૌ પ્રથમ ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રીઝ જાેઈએ તો ટેક્સ્ટાઈલના કારખાનાઓમાં ઓવર પ્રોડક્શનના લીધે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. આ ઉપરાંત એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ઈટીપી) ચાલતો ન હોય, કે અંશતઃ ચાલતો હોય તે કારણ પણ જવાબદાર છે. એર પોલ્યુશન કન્ટ્રોલ ડીવાઈસ (એપીસીડી) બિનકાર્યરત્‌ હોવાથી તેમજ એફ્લુઅન્ટને બાયપાસ કરવાના લીધે પ્રદૂષણ વધુ ફેલાઈ રહ્યું છે. ડાયઝ અને ડાયઝ ઈન્ટરમીડિયેટ્‌સના કારખાનાઓમાં મંજૂરી કરતાં અનેકગણું ઉત્પાદન થઈ રહ્યું છે. અનેક કારખાનાઓમાં ઈટીપી કાર્યરત્‌ નથી હોતા. અથવા તો અંશતઃ કાર્યરત્‌ હોય છે. એપીસીડી પણ ચાલતું નથી હોતું. એફ્લ્યુઅન્ટને બાયપાસ કરાતું હોય છે. મંજુરી વગરની અનેક પ્રોડક્ટ્‌સ બનાવાતી હોય છે. હાનિકારક કચરાનો ગેરકાયદે નિકાલ પણ કરાતો હોય છે. હાનિકારક કેમિકલના અતિ ઉપયોગના લીધે પણ પ્રદૂષણ ફેલાય છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *