Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, પહેલો દિવસ હોવાથી વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ પરીક્ષા કેન્દ્ર બહાર જોવા મળ્યા

ગત વખતે કોરોનામાં માસ પ્રમોશન અપાયુ હતુ આ વખતે વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા

અમદાવાદ,તા.૨૮

આજથી બોર્ડની પરીક્ષાનો રાજ્યમાં પ્રારંભ થયો છે. ત્યારે 1625 પરીક્ષા કેન્દ્રો પરથી 14,98,430 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10માં 9.68 લાખ વિદ્યાર્થીઓ છે જેમાં 7 લાખ રેગ્યુલર વિદ્યાર્થીઓ છે જ્યારે 1.40 લાખ રીપીટર વિદ્યાર્થીઓની સંખ્યા છે. ધોરણ 10ની અંદર 5.44 વિદ્યાર્થીનીઓ છે અને 4.19 વિદ્યાર્થીઓ સામેલ છે એટલે કે, વિદ્યાર્થીઓની સરખામણીએ વિદ્યાર્થિનીઓની સંખ્યા વધુ છે.

પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓનો સ્વાગત કરવામાં આવ્યુ.

અમદાવાદમાં પરીક્ષાર્થીઓએ કહ્યું, કોરોનાના કારણે માસ પ્રમોશનથી પાસ થયાં, હવે પરીક્ષા આપી રહ્યાં છીએ એટલે થોડો ડર છે. કોરોના બાદ પ્રથમવાર યોજાનાર પરીક્ષામાં વિદ્યાર્થીઓની ચિંતા ઓછી કરવા બોર્ડ દ્વારા 30 ટકા હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે. ગેરરીતિ અટકાવવા તમામ 1625 પરીક્ષા કેન્દ્રો CCTV સહિતની વ્યવસ્થાથી સજજ છે.

પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

આ ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓની સંખ્યા ધોરણ 12 સાયન્સની વાત કરવામાં આવે તો 12 સાયન્સમાં 1.8 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4.22 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.  આવતી કાલથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ 1625 પરીક્ષા કેન્દ્રો પરથી 14,98,430 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.  

પહેલો દિવસ હોવાથી વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ પરીક્ષા કેન્દ્ર બહાર જોવા મળ્યા

બોર્ડની પરીક્ષાને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું પાડ્યું છે. પરીક્ષા કેન્દ્રની 100 મીટર આસપાસ 4થી વધુ લોકો હાજર નહીં રહે, અમદાવાદમાં 7 ઝોનમાં આ પરીક્ષા યોજવામાં આવશે ત્યારે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને જુદા-જુદા ઝોનમાં કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. ધોરણ 10માં 7 ઝોન ફાળવવામાં આવ્યા છે જેમાં અંદાજિત 20થી વધુ શાળાઓ ફાળવવામાં આવી છે જ્યારે ધોરણ 12 પરીક્ષા માટે 4 ઝોન ફાળવવામાં આવ્યા છે ત્યારે આ જાહેરનામુ અમદાવાદના પરીક્ષા કેન્દ્રો પર લાગુ પડશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *