Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાયું, અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ૪૧ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ

રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે. 

અમદાવાદ,તા. ૧૭
ગુજરાત રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીના પ્રમાણમાં સતત વધારો જાેવા મળી રહ્યો છે, એપ્રિલના મધ્યભાગમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીએ પહોંચ્યો છે, અને હજુ પણ આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં પારો ૪૧થી પણ ઉપર પહોંચશે.

રાજ્યભરમાં અત્યારે અગનવર્ષા થઇ રહી છે. રાજ્યમાં સાયક્લૉનિક સરક્યૂલેશનની અસરના કારણે ગુજરાતીઓને ગરમીમાં થોડી રાહત હતી પરંતુ હવે ફરી એકવાર હવામાન વિભાગે કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી છે.
મંગળવારે રાજ્યાના ૯ શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર નોંધાયુ હતુ. જેમાં સૌથી ઊંચુ તાપમાન ડાંગમાં ૪૨.૫ નોંધાઇને હોટેસ્ટ શહેર બન્યું હતુ. ત્યારે આ કાળઝાળ ગરમીમાંથી ફરી આંશિક રાહત ક્યારે મળશે તે હવામાન વિભાગની આગાહી પરથી જાણીએ. આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજથી ગુજરાતમાં ગરમી વધવાની આગાહી કરી છે.

તાજા અપડેટ પ્રમાણે, રાજ્ય અગનભઠ્ઠીમાં શેકાઇ રહ્યું છે, રાજ્યમાં આકાશમાંથી અગનવર્ષા થઇ રહી છે. રાજ્યમાં ૧૨ શહેરોનું મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીને પાર પહોંચ્યુ છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્‌યા છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ પ્રમાણે, સૌરાષ્ટ્રના મહુવામાં સૌથી વધુ ૪૩ ડિગ્રી તાપમાન નોંધાયુ છે, તો વળી આજે પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ સહિતના શહેરોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, આની સાથે સાથે મેગા સિટી અમદાવાદમાં પણ આજે ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આજે કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચ્યો હતો.

 

(જી.એન.એસ)