Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ગુજરાતનાં ૯ શહેરોમાં તાપમાન ૩૪ ડિગ્રીને પાર પહોંચ્યું

આગામી દિવસોમાં અમદાવાદમાં તાપમાનનો પારો ૩૮ ડિગ્રી સુધી પહોંચી શકે છે.

હોળી પહેલા જ આગ ઝરતી ગરમી પડે એવી સંભાવના

અમદાવાદ,તા.૧૫
આમ તો હોળીથી પવનની દિશા બદલાય છે અને ગરમીનો અનુભવ થાય છે. પણ હવે તો હોળી સુધી પણ રાહ જાેવી નહિ પડે. કારણ કે, ગુજરાતમાં તે પહેલા જ ભીષણ ગરમીની આગાહી કરવામાં આવી છે. આગામી ૨ દિવસમાં તાપમાન વધવાની હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે.

અમદાવાદમાં ૩૮ ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચી શકે છે. રાજ્યમાં પવનની દિશા ઉત્તર તરફની છે. ત્યારે હાલમાં ૯ શહેરોમાં તાપમાન ૩૪ ડિગ્રીને પાર પહોંચ્યું છે. સૌથી વધુ સુરતમાં ૩૫.૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉનાળાના પ્રારંભ પહેલાં જ અમદાવાદમાં ૩૪.૫ ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે. જે ગરમીના પારાને સ્પર્શી ગયું છે. ગુજરાતમાં ધીમે ધીમે ઉનાળો જામી રહ્યો છે.

રાજ્યના અનેક શહેરોના મહત્તમ તાપમાન લગભગ ૩૫ ડિગ્રી સુધી પહોંચી રહ્યા છે. એમાં પણ હોળી સુધીમાં તાપમાનનો પારો વધુ ૪થી ૫ ડિગ્રી ઉંચકાઈ શકે છે. અમદાવાદમાં હાલ ૩૪ ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન રહે છે. ત્યારે આગામી બેથી ત્રણ દિવસ સુધીમાં આ પારો ૩૭ ડિગ્રી સુધી જઈ શકે છે. જ્યારે હોળી આસપાસ ૪૦ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. રાજ્યમાં હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ઠંડો પવન હોય છે અને બપોર સુધીમાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ગરમી વધુ દઝાડે તેવી આશંકા છે.

હવામાન વિભાગની વાતાવરણ અંગે આગાહી આવી ગઈ છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, હાલ તાપમાન સામાન્ય કરતા ઓછું નોંધાઈ રહ્યું છે. આવતીકાલથી તાપમાન ૨થી ૩ ડિગ્રી વધી શકે છે. આગામી દિવસોમાં અમદાવાદમાં તાપમાનનો પારો ૩૮ ડિગ્રી સુધી પહોંચી શકે છે. તો રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફની છે. ૯ શહેરોમાં તાપમાન ૩૪ ડિગ્રીને પાર પહોંચ્યું છે. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં ૧૪ ડિગ્રી નોંધાયું છે. તો સૌથી વધુ મહત્તમ તાપમાન સુરતમાં ૩૫.૨ ડિગ્રી નોંધાયું છે.

 

(જી.એન.એસ)