Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

યંગ જનરેશને અચૂક જોવા જેવી ફિલ્મ “દુકાન”નું પ્રીમિયર યોજાયું

(રીઝવાન આંબલીયા)

ગઈકાલે અદ્ભુત ફિલ્મના પ્રીમિયરમાં જવાનું થયું, ફિલ્મનું નામ છે “દુકાન”
••••• ••••• 

સુંદર મજાના જોરદાર વિષયની ફિલ્મ જે આજકાલ યંગ જનરેશનના પ્રોબ્લેમમાં છે જ… સરોગેટ મધરના નામે અલગ અલગ માન્યતાઓ બહુ છે, તે તમામ સવાલોના જવાબો માટે આ ફિલ્મ ટેકનીકલ રીતે સ્ટોરીની રીતે અને એક સુંદર મજાના મેસેજ માટે પણ યંગ જનરેશનને આ ફિલ્મ જોવી જ જોઈએ.

ફિલ્મ સાથે જોડાયેલા મેઇન અભિનેત્રી મોનિકા પંવર એમના સુંદર અને કાબીલે તારીફ અભિનયથી આખી ફિલ્મ ઊંચકી લીધી છે, અને તેનુ લેવલ બતાવ્યુ છે કે, હીરોઇન અને અભિનેત્રી બન્નેમા શુ ફર્ક હોય છે. ફિલ્મમાં અમુક અમુક ડાયલોગ ગુજરાતી ભાષામા છે, લોકેશન ગુજરાતી છે, એટલે સુંદર મજાની ગુજરાતી ફિલ્મ જોતા હોઈએ એવો અહેસાસ પણ થાય, ફિલ્મ લાંબી હોવા છતાં પોતાના સ્ટોરી કવરથી ક્યાંય પણ ખસતી નથી, અને સહેજ પણ કંટાળાજનક લાગતી નથી.

અમદાવાદની જાણીતી અભિનેત્રીઓ (તારીકા ત્રિપાઠી, ક્રિના શાહ અને નિધિ ઉપાધ્યાય)ને બોલીવુડ ફિલ્મના પોસ્ટરમાં જોઈને ખૂબ આનંદ થયો. તેઓના નાના નાના પાત્રમાં પણ એમની ઝલક છોડી જતા હતા, અને ગુજરાતના તમામ કલાકારોએ શીખવા જેવું છે કે, આ એ અભિનેત્રી છે જેમને મેન કેરેક્ટર ફિલ્મ બનતી હોય છે અને તેઓ નાના આર્ટિસ્ટ તરીકે નાના કલાકારના રોલ પણ કરી લે છે. એ ગુજરાતની કર્મભૂમિ છે.

આ ફિલ્મની સ્ટોરી વિશે વધુ લખવાની જરૂર નથી કેમ કે, ફિલ્મ જોવા જેવી છે અને તમામ પોઇન્ટ મેન્શન કરી દઈશું તો જોવાનું કોઈ મતલબ નહીં રહે તો ખૂબ જ જલ્દીથી ફેમિલી સાથે યંગ જનરેશન જોવા જજો મજા આવશે સંગીત ખૂબ જ ઊંચા પ્રકારનું છે. ડિરેક્શન કચ્છમા મોટે ભાગે શૂટિંગ થયેલું છે. રાજસ્થાની ઝલક બહુ દેખાય છે ક્યાંય નહીં ને ક્યાંય તમને રામલીલા ફિલ્મની સંજય લીલા ભલસાણીની ફિલ્મ ઝલક જેવુ દરેક વર્કમાં લાગશે. ફિલ્મ સાથે સંકળાયેલા તમામ પ્રકારનું વર્ક કરનારા દરેક લોકોને ખૂબ ખૂબ અભિનંદન…
(Photography by Jayesh Vora)

 “Dukaan”

releasing in theaters worldwide on 5th April 2024
DIRECTOR LYRICIST, SIDDHARTH – GARIMA
Artist,
MONIKA PANWAR, SIKANDAR KHER, MONALI THAKUR, SOHAM MAJUMDAR,
HIMANI SHIVPURI, GEETIKA TYAGI
Nidi Upadhyay
Creena shah
Tarika Tripadhhi
Producers – A JHUNJHUNWALA, SK AHLUWALIA, SIDDHARTH-
GARIMA
Art Director – Bablu Gupta
Music – Shreyas Puranik