Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ મનોરંજન

DEV OFFICIAL દ્વારા ૧૫મી ઓગસ્ટે ગુજરાતી કલાકાર એવોર્ડ શો યોજાયો

રીઝવાન આંબલીયા

અમદાવાદ,

શહેરના કુશાભાવ ઠાકરે હોલ સી.ટી.એમ ખાતે 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસના પર્વ નિમિત્તે આયોજક શ્રી ભરતભાઈ લેઉવા તથા કિરણભાઈ સોલંકીના ઉપક્રમે જાણીતા તથા નવા ઉભરતા તમામ કલાકારોને સન્માનિત કરી એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ અવોર્ડ ફંકશનમાં મુખ્ય અતિથિ ગેસ્ટ તરીકે લોકસંગીતમાં ખૂબ જાણીતું નામ શ્રી કાજલબેન મહેરીયાએ હાજર રહી કાર્યક્રમની પ્રશંસા કરી આયોજકોને શુભેચ્છા આપી આમંત્રિત મહેમાનો તથા તમામ કલાકારોને તેમના આગળના જીવન માટે શુભેચ્છા અને અભિનંદન પાઠવી હાજર રહ્યા હતા. તેમના હસ્તે જ દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ થયો હતો સાથે માનનીય મહેમાનો પણ જોડાયેલા હતા અને દરેક માનનીય મહેમાનોનું સાલ તેમજ બુકે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં નવા ઉભરતા કલાકારોને સાથ-સહકાર આપવા માટે એમને ઉત્સાહિત કરવા માટે કોઈપણ પ્રકારની ફી લેવામાં આવી નહોતી. ચા-પાણી તથા નાસ્તાનું પણ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઘણા બધા આર્ટિસ્ટે પોતાના ગીત અને પર્ફોર્મન્સ 15મી ઓગસ્ટ નિમિત્તે રજૂ કર્યા હતા અને પ્રેક્ષકોની ચાહના મેળવી હતી.

આ કાર્યક્રમમાં અમુક બહેનોને સાડી વિતરણ અને બાળકોને ચોપડાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તમામ આયોજક ભાઈઓને આ સુંદર કાર્યક્રમ બદલ શુભેચ્છા તેમજ અભિનંદન આપવામાં આવ્યા હતા.

Photography by Jayesh Vora

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *