Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

રાજકોટ : પોલીસ કર્મીએ CPR આપીને રાહદારી યુવકનો જીવ બચાવ્યો

રાજકોટના ગોંડલની DySP ઓફિસમાં ફરજ બજાવતા પોલીસકર્મી જીતુ બારોટે યુવકનો જીવ બચાવી સરાહનીય કામગીરી કરી છે.

રાજકોટ,તા.૧૦
રાજકોટમાં એક ખુબ જ સરાહનીય કામગીરી ફરી એક વાર પોલીસ વિભાગના કર્મચારીની સામે આવી છે. જાે કે, પોલીસની કામગીરીનું એક અન્ય પાસુ ગુજરાતના રાજકોટમાં જાેવા મળ્યુ છે. પોલીસે એક યુવકનો જીવ બચાવ્યો છે.

રાજકોટના ગોંડલની DySP ઓફિસમાં ફરજ બજાવતા પોલીસકર્મી જીતુ બારોટે યુવકનો જીવ બચાવી સરાહનીય કામગીરી કરી છે. અજાણ્યો યુવક DySP કચેરી પાસેથી પસાર થઈ રહ્યો હતો, તેણે પોલીસ કર્મચારી પાસે અચાનક પાણીની માગ કરી હતી, પરંતુ પોલીસ કર્મચારી પાણી લઈને આવે તે પહેલા જ યુવક ઢળી પડતા પોલીસકર્મીએ સમય સૂચકતા દાખવી યુવકને CPR આપી તેનો જીવ બચાવ્યો છે.

પોલીસ કર્મીએ પમ્પિંગ કર્યા બાદ યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ ખૂબ વાયરલ થયો છે. શહેરીજનોએ પણ વીડિયો જાેઈ પોલીસકર્મીની કામગીરીને બિરદાવી છે.

 

(જી.એન.એસ)