પોતાનો વ્યવસાય શરૂ કરવાનું દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે. કેટલાક લોકો જ્યારે મન ન લાગતુ હોય તો પણ મજબૂરીમાં કામ કરે છે. કદાચ તમારી સાથે પણ આવું જ કંઈક થતું હશે.. જો તમે પણ બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો અહીં અમે તમને ખૂબ જ ઓછા ખર્ચે બિઝનેસ શરૂ કરવા વિશે જણાવીશું.

તમે પણ આ બિઝનેસમાંથી આડેધડ કમાણી કરવાના છો. અમે જે બિઝનેસ આઈડિયા વિશે વાત કરી રહ્યા છીએ તે LED બલ્બ બનાવવાનો બિઝનેસ છે. જો જગ્યાની અછત છે, તો તમે તેને તમારા ઘરમાં પણ શરૂ કરી શકો છો. તેને માત્ર 50 હજાર રૂપિયાના ખર્ચથી શરૂ કરી શકાય છે.

સરકાર સબસિડી પણ આપે છે

સરકાર આ વ્યવસાય કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આ વ્યવસાય માટે સરકાર તરફથી સબસિડી ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં તમારે વધુમાં વધુ 50 હજાર રૂપિયાનું રોકાણ કરવાની જરૂર છે.

દરરોજ ખૂબ કમાણી કરશે

એક LED બલ્બ બનાવવા માટે 40થી 50 રૂપિયાનો ખર્ચ થાય છે. આ બલ્બ બજારમાં સરળતાથી 80થી 100 રૂપિયામાં વેચી શકાય છે. તમે નાના પાયે કામ શરૂ કર્યું છે. આવી સ્થિતિમાં, ધારો કે તમે દરરોજ 100 બલ્બ વેચો છો, તો તમને 4થી 5 હજારની આવક થશે.

કંપનીઓ તાલીમ આપે છે

સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ઘણી સંસ્થાઓ એલઇડી બલ્બ કેવી રીતે બનાવવી તેની તાલીમ આપે છે. એલઇડી બલ્બ બનાવતી કંપનીઓ ટ્રેનિંગ પણ આપે છે. તેની તાલીમમાં પ્રેક્ટિકલ અને થિયરી બંને પ્રકારની માહિતી આપવામાં આવે છે.

સતત વધતી માંગ

શહેર અને ગામડામાં એલઇડી બલ્બની માંગ દિવસેને દિવસે વધી રહી છે. તેની લાઇટિંગ સારી છે અને પાવરનો વપરાશ પણ ઓછો છે. પ્લાસ્ટિકનો બનેલો હોવાથી આ બલ્બ ટકાઉ રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here