Safeer News

Breaking News from Ahmedabad

દેશ

Alert ! બેંકે ગ્રાહકોને ATMમાંથી પૈસા ઉપાડતી વખતે આ સાવચેતી રાખવાની સલાહ આપી

ઇન્ટરનેટ બેન્કિંગને કારણે આજકાલ ઑનલાઇન ટ્રાન્ઝેક્શન વધુ થાય છે. પરંતુ બીજી તરફ હજુ પણ દેશમાં રોકડ ઉપાડવાનો ટ્રેન્ડ ફૂલ્યો ફાલ્યો છે. બેંક એકાઉન્ટમાંથી પૈસા કાઢવા માટે આજે પણ એટીએમ સૌથી પસંદગીનું સાધન છે.

ઇન્ટરનેટ બેન્કિંગને કારણે આજકાલ ઑનલાઇન ટ્રાન્ઝેક્શન વધુ થાય છે. પરંતુ બીજી તરફ હજુ પણ દેશમાં રોકડ ઉપાડવાનો ટ્રેન્ડ ફૂલ્યોફાલ્યો છે. બેંક એકાઉન્ટમાંથી પૈસા કાઢવા માટે આજે પણ એટીએમ સૌથી પસંદગીનું સાધન છે. એટીએમના વધુ વપરાશને કારણે તેને સંબંધિત ફ્રોડ થવાની શક્યતા પણ વધી જાય છે. એટીએમ બદલીને ઠગો લોકોને ચુનો લગાડે છે અથવા તો એટીએમ સ્કિમિંગથી ઠગો લોકોના ખાતાનો સફાયો કરી નાખે છે.

બેંક સમયાંતરે એટીએમના ઉપયોગને લઇને સૂચનાઓ જારી કરતી રહે છે. આ જ દિશામાં હવે (SBI) ભારતીય સ્ટેટ બેંકે ટ્વિવટરના માધ્યમથી એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે ઓટીપીનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. બેંકે 2020થી જ આ સેવા શરૂ કરી છે, પરંતુ મોટા ભાગના ગ્રાહકો ઓટીપી આધારિત ટ્રાન્ઝેક્શન કરવાનું ટાળે છે.

ઓટીપીનો ઉપયોગ કરવાની સલાહ

એસબીઆઇ (SBI)એ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી એક ટ્વિટ કરીને ગ્રાહકોને એટીએમ (ATM)માંથી પૈસા કાઢતી વખતે ઓટીપી (OTP)નો ઉપયોગ કરવાની સલાહ આપી છે. બેંકે ટ્વિટમાં લખ્યું છે કે, એસબીઆઇ એટીએમ પર ઓટીપી આધારિત ટ્રાન્ઝેક્શન ઠગો વિરુદ્વ એક મજબૂત હથિયાર છે. તમને ફ્રોડથી બચાવવા એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ઓટીપીની સર્વિસ 1 જાન્યુઆરી, 2020થી શરૂ કરાઇ છે. બેંક આ જાણકારી વારંવાર શેર કરે છે જેથી કરીને લોકોને સાઇબર ક્રાઇમથી બચાવી શકાય.

આ રીતે ઉપયોગ કરો

SBI એટીએમથી રોકડ ઉપાડવા માટે સૌથી પહેલા કાર્ડ એટીએમ મશીનમાં નાખો.

OTP ઓપ્શન પર ક્લિક કરો.

તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક ઓટીપી આવશે, તેને નાખો.

આ પછી ATM Pin નાખો.

કેશ એટીએમ મશીનમાંથી નીકળી જશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *