Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

શું સમજવું ? મુસ્લિમ યુવાનના નામે બનાવટી પોસ્ટ મૂકી ઉશ્કેરવાની કોશિશ

મુસ્લિમ યુવાન યુવતીને ભગાવી ગયો હોય તેવો ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો, પાંડેસરા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં કલર કામનો કોન્ટ્રકટ ધરાવતો યુવાન અન્ય સમાજની યુવતીને ભગાવી ગયો હોય તેવા ફેક ફોટો સોશિયલ મીડિયા ઉપર મૂકી કોમી લાગણી ઉશ્કેરવાની કોશિશ કરાઇ હતી. આ મુસ્લિમ યુવાને જ જાણે પોસ્ટ મૂકી હોય તેવું ઉશ્કેરણીજનક લખાણ પણ લખવામાં આવતા મામલો ગંભીર બન્યો હતો.

પાંડેસરા વિસ્તારમાં રહેતા અને કલર કામનો  કોન્ટ્રાકટ ધરાવતા  42 વર્ષીય  મુસ્લિમ યુવાનને  તેના બે કર્મચારીઓએ ગત જુલાઈ મહિનામાં ફોન કર્યો હતો અને  ફેસબુક ઉપર ફરતી એક પોસ્ટ  બતાવી હતી. આ પોસ્ટમાં આ યુવાન સાથે  અન્ય એક યુવતીનો ફોટો હતો અને જાણે આ યુવાન  અન્ય સમાજની  યુવતીને ભગાવી ગયો હોય તેવું દરસાવવાની કોશિશ કરી હતી. એટલું જ નહીં તેની ઉપર અન્ય સમુદાયના લોકોમાં કોમી  ઉશ્કેરાટ ફેલાય તેવું લખાણ પણ લખવામાં આવ્યું હતું. આ યુવાને આવી કોઇ આઈડી બનાવવાની વાત તો દૂર તેની સાથે જે યુવતીનો ફોટો મુકવામાં આવ્યો હતો એ યુવતીને તેણે ક્યારેય જોઈ પણ ન હતી.

મુસ્લિમ યુવકને સમગ્ર ઘટનાની જાણ થતાં યુવક પાંડેસરા પોલીસ  મથકે પહોંચ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. પોલીસે અરજીની તપાસ હાથ ધરી હતી અને આખરે અજાણ્યા શખ્સ  વિરુદ્ધ  ફરિયાદ દાખલ કરી હતી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *