(અબરાર એહમદ અલવી)
અમદાવાદ,તા.૨૩
મણીપુરમાં મહિલા સાથે થયેલ અમાનવીય નીંદનીય કૃત્યને શબ્દોમાં વખોડી મણીપુરમાં શાંતિ, ભાઈચારા અને સદભાવનાનું વાતાવરણ સ્થપાય તે માટે યોજવામાં આવેલ પ્રાર્થના
ભારતના સપૂત ચંદ્રશેખર આઝાદની જન્મ જયંતી નિમિત્તે માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ જ્યોર્જ ડાયસ અને રમેશભાઈ ભીલની આગેવાની હેઠળ કેક કાપી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં માનવ અધિકાર ગ્રુપના પ્રમુખે જણાવ્યું હતું કે, દેશના પૂર્વોત્તરના રાજ્ય મણીપુરમાં મહિલા સાથે અમાનવીય નીંદનીય કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢી સર્જાયેલ હિંસાની આગમાં ૭૦ કરતા વધુ જિંદગીઓ હોમાઈ ગઈ છે. મણીપુરમાં દરેક ધર્મના લોકો હળી મળીને સંપીને રહેતા હતા પરંતુ જે અહેવાલો આવી રહ્યા છે તેમની પાછળ રાજકીય પરિબળ લાગી રહ્યું છે. જો કે, તેને એક બાજુએ મૂકી અમારી અપીલ છે કે, પૂર્વોત્તરના રાજ્યો દેશની સુરક્ષાની રીતે ખૂબ જ સંવેદનશીલ છે ચીન અને અન્ય તત્વો, શત્રુઓ ધુસણખોરી માટે તૈયાર બેઠા છે તેવા સમયે મણીપુરના લોકોએ કોઈના રાજકીય હાથા બનવાના બદલે શાંતિ સુમેળ અને એક થઈને રહે તેમાં જ રાજ્ય અને ભારતનું કલ્યાણ રહેલું છે. મણીપુર અને અન્ય પૂર્વોત્તરના રાજ્યો વચ્ચે પણ સરહદને લઈને જે વાદ-વિવાદ હોય તેનો પણ નિરાકરણ લાવવો જોઈએ. આવી અશાંતિ વચ્ચે ત્રાસવાદીઓ પણ લાભ લેવા કૂદી પડતા હોય છે અને નિર્દોષની હત્યા કરીને શાંતિના વાતાવરણને ડહોળવાનુ પ્રયાસ કરે છે તેની સામે પણ મણીપુરના લોકોએ સાવધાન રહેવું પડશે. અમે અપીલ કરીએ છીએ કે શાંતિ, ભાઈચારો અને એકતામા રહીને મણીપુરના વિકાસમાં ફાળો આપે કેમ કે, કોઈપણ રાજ્યની પ્રગતિનો રાસ્તો એ છે કે, કાયદો અને વ્યવસ્થા નિયંત્રણમાં હોવી જોઈએ.
આ કાર્યક્રમમાં શિરોમણી કોમ્પલેક્ષ, એક્સપ્રેસ હાઇવે સામે, સીટીએમ ખાતે લારી-ગલ્લા, પાથરણાના શ્રમિક મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મણીપુરમાં કોમી એકતા, ભાઈચારો અને શાંતિનું વાતાવરણ સ્થપાય તે માટે પ્રાર્થના યોજવામાં આવી હતી અને હિંસામાં ભોગ બનેલા મૃતકોને બે મિનિટ મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના કુટુંબીજનો પર આવી પડેલી આપત્તિ સહન કરવા માટેની પ્રાર્થના પણ યોજાઈ હતી. કાર્યક્રમમાં પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર જયોજૅ ડાયસ, રમેશ ભીલ, સુનિલ કોરી, રાજેશ આહુજા, સંજય સામેત્રિયા વગેરે મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.