Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદમાં જુગાર રમતા ૫ શકુનીઓને ઝડપી પાડતી કારંજ પોલીસ

(અબરાર એહમદ અલવી)

કારંજ સર્વેલન્સ સ્કોડ દ્વારા 62 હજારથી વધુ રકમનો મુદ્દામાલ કબ્જે કરાયો

કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર રમતા કુલ-૫ જુગારી ઇસમોને રોકડા રૂપીયા–૨૯૪૮૦/- તથા મો.ફોન
નંગ-૪ કિ. રૂ.૩૩૫૦૦/- એમ કુલ્લે રૂ. ૬૨૯૮૦/- ના મુદ્દામાલ સાથે
ઝડપી પડ્યા

અમદાવાદ,

શહેરના પીર મોહમ્મદ શાહ રોડ પર જુગાર રમતા 5 લોકોને કારંજના સર્વેલન્સ સ્કોડે ઝડપી પાડ્યાં હતાં. કારંજ પોલીસે બાતમીના આધારે પોલીસે મોહનલાલના ડેહલામાંથી જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં. જ્યાં તીન પત્તીનો જુગાર રમાડવામાં આવતો હતો.

પીર મોહમ્મદ શાહ રોડ પર આવેલ જનતા બેલ્ટ હાઉસની સામે મોહનલાલના ડેહલામાં મુતરડી પાસે ખુલ્લામાં તીન પત્તીનો જુગાર રમતા ૫ આરોપીઓ ઝડપાયા હતા તેમની ઉપર કલમ 12 મુજબ ગુનો નોંધીને કારંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *