Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

રાજપીપલા શહેરમાં નાના-મોટા વાહનોના રૂટ ડાયવર્ટ કરવા અંગે પ્રસિધ્ધ કરાયેલુ જાહેરનામુ

સાજીદ સૈયદ નર્મદા

રાજપીપલા,મંગળવાર

આગામી તા.૨૮/૦૯/૨૦૨૩ના રોજ ગણેશ વિસર્જન શોભાયાત્રા તથા ઇદ-એ-મિલાદ તહેવારના અનુસંધાને રાજપીપલા શહેરમાં જુલુસ નિકળનાર તથા કરજણ નદીના ઓવારે વિસર્જન કરવા જનાર છે. જેથી સદરહુ ગણેશ વિસર્જન શોભાયાત્રા તથા ઇદ-એ-મિલાદ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શોભાયાત્રાના રૂટ પરથી તા.૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધી એસ.ટી.બસ તેમજ નાના અને મોટા પ્રાઈવેટ વાહનો માટે રૂટ ડાયવર્ટ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી સી.એ.ગાંધી દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે.

આ જાહેરનામા મુજબ કાળાઘોડા તરફથી આવતા વાહનો માછીવાડ ગેટથી હરસિધ્ધિ માતાજીના મંદિર, સંતોષ ચોકડી, ગાંધીચોક, કાળીયા ભૂત, વડીયા જકાતનાકા તરફ જશે. રાજપીપળા શહેરમાં આવતા તમામ નાના-મોટા વાહનો કાળીયા ભૂત, જુની સિવિલ હોસ્પિટલ, જુની કોર્ટ ત્રણ રસ્તા, સૂર્ય દરવાજા તરફ ડાયવર્ટ કરવામાં આવેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *