Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

નર્મદા : “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” કાર્યક્રમની ઉજવણી કરાઈ

સાજીદ સૈયદ, નર્મદા

રાજપીપલા, મંગળવાર:-

“મહિલા અને સ્વાસ્થ્ય” “બાળકો અને શિક્ષણ” “પોષણ ભી પઢાઈ ભી” “જાતિગત સંવેદનશીલતા” “જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન” આદિજાતિ વિસ્તારમાં મહિલાઓ અને બાળકો માટે પરંપરાગત ખોરાક જેવી વિવિધ થીમ આધારિત પ્રવૃત્તિઓ યોજાઇ રહી છે. ત્યારે નર્મદા જિલ્લાના પાંચેય તાલુકામાં “પોષણ માસ” અંતર્ગત “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત શાળાની કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણયુક્ત આહારથી થતા ફાયદા જેવા કે, એનિમિયા, પોષક તત્વોનું મહત્વ અને પોષણક્ષમ આહારની અનિવાર્યતા, સ્વચ્છતા વિશે તેમજ જંકફૂડ, ફાસ્ટફૂડથી થતા નુકશાન અંગે વિસ્તૃતમાં માહિતી પૂરી પાડવામાં આવી હતી.

આ અવસરે CRC Co-ordinator, મુખ્ય શિક્ષક, ન્યુટ્રિશન મેમ્બરશ્રી, શાળાની કિશોરીઓ, સગર્ભા, ધાત્રી માતાઓ અને તમામ તાલુકાઓના ICDS સ્ટાફગણ હાજર રહ્યા હતા.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *