Safeer News

Breaking News from Ahmedabad

દેશ

મુકેશ અંબાણી જે ડેરીનું દૂધ પીવે છે ત્યાંની ગાયો પણ પીવે છે ROનું પાણી, એક લીટર દૂધનો ભાવ ચોંકાવી દેશે

ડેરી ફર્મનું નામ છે ભાગ્યલક્ષ્મી, આ ડેરી ફર્મથી દૂધનો સપ્લાય દેશની અનેક મોટી સેલેબ્રિટીની ઘરે થાય છે. અમિતાભ બચ્ચન હોય કે પછી મુકેશ અંબાણી, આ તમામના રસોડામાં આ જ ડેરી ફર્મનું દૂધ જાય છે. ચાલો તમને જણાવીએ ડેરીની ખાસિયતો…

ક્યાં છે આ ડેરી ?

આ ડેરી મહારાષ્ટ્રના પુણેમાં ચાલી રહી છે. તેના ગ્રાહકોમાં મોટી મોટી હસ્તીઓ શામેલ છે. અંબાણી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, અક્ષય કુમાર, રિતિક રોશન જેવા સેલેબ્સના ઘરે આ ડેરીમાંથી દૂધ જાય છે. ઉલ્લેખનીય છે કે એક લિટર દૂધની કિંમત 90 રૂપિયા છે.

કોણ છે ડેરીના માલિક

આ ડેરી ફાર્મના માલિકનું નામ દેવેન્દ્ર શાહ છે. કપડાંનો બિઝનેસ કર્યા બાદ તેમણે ડેરીનો બિઝનેસ શરૂ કર્યો. તેમણે ‘પ્રાઉડ ઓફ કાઉ’ પ્રોડક્ટની શરૂઆત કરી હતી. આજે ભાગ્યલક્ષ્મીના મુંબઈ અને પુણેમાં 25 હજારથી વધુ ગ્રાહકો છે. આ ફાર્મ 26 એકરમાં બનેલું છે.

RO નું પાણી પીવે છે ગાય

ગાય માટે અહીં મુકવામાં આવેલી રબર મેટ દિવસમાં ત્રણ વખત સાફ કરવામાં આવે છે. ગાય માત્ર ROનું પાણી પીવે છે. 24 કલાક ફર્મમાં મ્યુઝિક ચાલે છે. સોયાબીન, આલ્ફા ગ્રાસ, મોસમી શાકભાજી તેમને ખોરાકમાં આપવામાં આવે છે.

કેટલાનું છે દૂધ ?

એવું કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં આ ડેરીના એક લિટર દૂધની કિંમત 152 રૂપિયા છે. દૂધ કાઢતા પહેલા દરેક ગાયનું વજન અને તાપમાન ચેક કરવામાં આવે છે. જો ગાય બીમાર હોય તો તેને સીધી હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. દૂધ પાઇપ દ્વારા સાઇલોજમાં અને પછી પેસ્ટરાઇઝ્ડ થઇને બોટલમાં પેક થાય છે. એક સમયે 50 ગાયોનુ દૂધ કાઢવામાં આવે છે.

હોલસ્ટિન ફ્રેશિયન પ્રજાતિ

ડેરીમાં 2000થી વધુ હોલસ્ટિન ફ્રેશિયન ગાય છે. આ બ્રીડ સ્વિટ્ઝરલેન્ડથી આયાત કરવામાં આવી છે. કહેવાય છે કે આ ગાયો એક દિવસમાં લગભગ 25-28 લિટર દૂધ આપે છે. તેમની કિંમત 90 હજારથી 1.5 લાખ રૂપિયાની આસપાસ કહેવામાં આવી રહી છે.

દરરોજ થાય છે સપ્લાય

પુણેથી મુંબઈમાં દરરોજ દૂધ પહોંચાડવામાં આવે છે. ડિલિવરી વાન સવારે 5:30થી 7:30 વચ્ચે ગ્રાહકોના ઘરે દૂધ પહોંચાડે છે. ‘પ્રાઈડ ઓફ કાઉ’ના દરેક ગ્રાહક પાસે લોગિન આઈડી છે. જેના પર તે ઓર્ડર ચેન્જ અથવા કેન્સલ કરી શકે છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *