Safeer News

Breaking News from Ahmedabad

Tech દેશ

બેંકો બની હૅકર્સ માટે અલી બાબાનો ખજાનો…

શું તમારો પણ કોઈ બેંકમાં ખાતો છે ? જો હા, તો જાણીલો આ બાબતો

(Hassan Malek)


આજના આધુનિક યુગમાં આપણે બધા બેંક સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ અને આપણે બધા આપણા મેહનતથી કમાયેલા પૈસા બેંકમાં રાખીએ છીએ કે, જેથી તે ચોરાઈ ન જાય. પરંતુ શું તમે જાણો છો કે ચોર હવે ડિજિટલ પણ થઈ ગયા છે. આપણે પૈસા બેંકમાં રાખીએ છીએ જેથી તે સુરક્ષિત રહે. પરંતુ આપણે જોતા કે સાંભળતા હોઈએ છે કે બેંક માંથી પણ પૈસા ચોરાઈ જાય છે અને લોકો પોતાની મેહનતથી કમાયેલા પૈસા મિનિટોમાં ગુમાવી દે છે. રોજે રોજ આ પ્રકારના ક્રાઇમ વધતા જ જાય છે અને લોકો હૅકર્સના શિકાર બનતા જાય છે. શું તમેં જાણો છો કે તમારી પણ એક ગલતીને લીધે તમારો બેંક એકાઉન્ટ પણ ખાલી થઇ શકે છે.

આજના આધુનિક યુગમાં, દરેક વસ્તુ ડિજિટલ બની ગઈ છે, આપણે આપણા મોબાઇલ ફોનથી તમામ કાર્યો કરવા સક્ષમ છીએ અને આપણે ઘરે બેઠા બેઠા સમયસર ઘણી વસ્તુઓ કરી શકીએ છીએ. આ વસ્તુઓના જ્યાં ઘણા ફાયદા છે ત્યાં ઘણા ગેરફાયદા પણ છે.

આવા કેટલાક કેસો જોવા મળે છે કે જેમાં લોકો લાલચમાં આવીને અથવા કોઈ ગલતી કરીને હૅકર્સના જાળમાં ફસાઈ જાય છે અને પોતાના પૈસા ગુમાવી દે છે. હવે સુરક્ષિત રેહવું પણ આવશ્યક બની ગયું છે. જો તમારી સાથે કે તમારા પરિવારમાં પણ કોઈની સાથે આવી ઘટનાઓ ન બને તો જરૂરી છે કે તમે પણ આ બાબતોને લઈને જાગરૂક બનો. રોજે રોજ થતા આ પ્રકારના ફ્રોડ કે ક્રાઇમને રોકવા માટે SAFEER NEWSએ આ પ્રકારના ન્યૂઝની શરૂઆત કરી છે.

જો કે હાલમાં જોવા મળતો એક કિસ્સો કે જેમાં અમદાવાદમાં રહેતા એક વ્યક્તિના એકાઉન્ટમાંથી હેકરે ૧૦ લાખ રૂપિયા ઉડાવી દીધા જેમાં વ્યક્તિએ ફક્ત OTP આપતા એનો બેંક એકાઉન્ટ ખાલી થઇ ગયું. જો તમે પણ ઑનલાઇન બેન્કિંગ કે ઑનલાઇન ટ્રાન્સેકશન જેવી સુવિધાઓનો ઉપયોગ કરો છો, તો ધ્યાનમાં રાખો આ બાબતો…

કેવી રીતે આ પ્રકારના ક્રાઇમ થતા હોય છે :

  • હેકર્સ કે સ્કેમર્સ લોકોને કોલ કરી પોતાને બેંકનો કર્મચારી બતાવી વ્યક્તિ પાસેથી તેમની બેંકની ડિટેલ્સ માંગી એકાઉન્ટ હેક કરી લે છે.
  • સૌથી વધારે થતા ક્રાઈમ્સ કે જેમાં લોન માટે આવતા કોલ્સ કે મૅસેજિસ.
  • કોઈ બેંકનો ફેક એપ્લિકેશન બનાવી યુઝર્સની પ્રાઇવેટ ડિટેલ્સ ચોરવી.
  • ફેક લિંક બનાવી લોકોને મોકલીને.
  • ફેક બેંકની વેબસાઈટ બનાવી.
  • ઑફર્સની લાલચમાં આવીને પણ આવા ફ્રોડસ થતા હોય છે.
  • શું કરવું ?
  • તમારા મોબાઈલમાં અને ઑનલાઇન બેન્કિંગ એપ્લિકેશનસમાં હંમેશા પાસવર્ડ રાખો.
  • 2FAનો હંમેશા ઉપયોગ કરો.
  • તમારા બેંક એકાઉન્ટને રેગ્યુલર ચેક કરો.
  • હંમેશા પ્રામાણિક વેબસાઈટ કે એપ્લિકેશનનો ઉપયોગ કરો.
  • સાયબર સિક્યુરિટીને લઈને શિક્ષિત બનો.
  • જો તમારો ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ ખોવાઈ જાય તો તરત જ પોલીસને રિપોર્ટ કરવું.
  • શું ન કરવું ?
  • કોઈ પણ લિંક ઉપર ક્લિક કરવું નહિ.
  • થર્ડ પાર્ટી વેબસાઇટ્સ કે એપ્લિકેશન્સનો ઉપયોગ કરવું નહિ.
  • તમારી ખાનગી વિગતો અજાણ્યા વ્યક્તિ સાથે શેર કરશો નહિ.
  • લોન માટે આવતા મેસેજિસની લિંક ઉપર ક્લિક કરવું નહિ.
  • પબ્લિક WiFiનો ઉપયોગ કરતી વખતે બેન્કિંગ કરવી નહિ.

શું તમને સાયબર ક્રાઇમ વિષે વધારે માહિતી જોઈએ છે ? તો Follow કરો
SAFEER NEWS

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *