Safeer News

Breaking News from Ahmedabad

દેશ

ફાયદાની વાત / આ એપ પર દવાનો ખર્ચો આપ ઘટાડી શકશો, જોઈ લો કેવી રીતે મળશે આપને ફાયદો

મોંઘવારીના આ જમાનામાં સામાન્ય માણસ પોતાના પરિવારનો સામાન્ય ખર્ચ પણ ઉઠાવી શકતો નથી. ત્યારે આવા સમયે ઘણી વાર લોકોને પર્સનલ લોન પણ લેવી પડતી હોય છે. તો વળી જો પરિવારનો કોઈ સભ્ય બિમાર પડે છે તો ઘર અને દુકાનો પણ વેચવાનો વારો આવે છે. હોસ્પિટલના ખર્ચ જેમ તેમ કરીને પુરા કરો ત્યાં કોઈ સર્જરી બાદ આખુ વર્ષ દવાના ખર્ચા બધાને ભારે પડવા લાગે છે. અહીં અમે આપને એક એવી એપ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છે, જેની મદદથી આપ દવાઓ પર થનારા ખર્ચા સીધા અડધો કરી આપશે. 

દવાઓ પર નિયંત્રણ જરૂરી

ભારતમાં 33 ટકાથી વધારે દવાઓ પર સરકારનું નિયંત્રણ છે. કેન્દ્ર સરકારે જરુરી દવાની યાદી બનાવી છે અને તેની કિંમતને કંટ્રોલમાં રાખી છે. નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિંગ અથોરિટી ભારતમાં જરુરી દવાઓની યાદી અંતર્ગત આવનારી દવાની કિંમત નક્કી કરે છે. ભારતમાં 355 દવાઓ અને તેના 882 ફોર્મયુલેશનની કિંમતો ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર નક્કી કરે છે. 

આ એપ્સ પર મળી રહેશે વિગતો

આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે ગ્રાહકો પર બ્રાન્ડેડ દવાઓનો બોજ ઘટાડવા માટે ‘ફાર્મા સહી દામ’ (Pharma Sahi Daam) નામની એપ લોન્ચ કરી છે. તમે Android અને iOS બંને માટે પ્લેસ્ટોર પરથી આ એપ ડાઉનલોડ કરી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી દ્વારા ગ્રાહકોને સસ્તી, પરંતુ સમાન ગુણધર્મો સાથે, બ્રાન્ડેડ દવાઓના વિકલ્પો સૂચવવા માટે બનાવવામાં આવી છે.

કેવી રીતે કરવું તે જાણો

જો ડૉક્ટર તમને તમારા રોગ માટે બ્રાન્ડેડ દવા લેવાનું કહે છે, તો તમે આ એપમાં દવાનું નામ લખો. પછી એપ તમને બ્રાન્ડેડ દવાઓનો સસ્તો વિકલ્પ બતાવશે જે તમે લઈ શકો છો. તેમ છતાં તેમના નામ અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ તેમના ઔષધીય ગુણધર્મો સમાન રહે છે. તેમનું કામ યથાવત રહેશે.

આ રીતે સમજો

ઓગમેન્ટિન એ ભારતમાં સૌથી વધુ વેચાતી એન્ટિબાયોટિક છે. હવે આ બ્રાન્ડેડ દવાની કિંમત 10 ગોળીઓ માટે રૂ.250 જેટલી છે. જો આ એપ પર તમે ઓછામાં ઓછા 10 વિકલ્પો સાથે 6 ગોળીઓ માટે 40 રૂપિયામાં દવા મેળવી શકો છો.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *