Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટીયાને આપવામાં આવ્યું 8 મહિનાનું એક્સ્ટેન્શન

31 મેના રોજ આશિષ ભાટીયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો હોવાથી આ એક્સ્ટેન્શન રાજ્યના ડીજીપી તરીકે આપવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યના ડીજીપી (DGP) તરીકે આશિષ ભાટીયાને એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે. આશિષ ભાટીયાને 8 મહિનાનું એક્સ્ટેન્શન અપાતા તેઓ જ ડીજીપી રહેશે. 31 મેના રોજ આશિષ ભાટીયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો હોવાથી આ એક્સ્ટેન્શન રાજ્યના ડીજીપી તરીકે આપવામાં આવ્યું છે. એક તરફ સંપૂર્ણ વર્ષ ચૂંટણીનું છે. ત્યારે 8 મહિનાનું જાન્યુઆરી સુધીનું એક્સ્ટેન્શન અપાયું છે. આગામી ડિસેમ્બર મહિનામાં કે એ પહેલા સરકારના 5 વર્ષ પૂર્ણ થતા ચૂંટણીઓ યોજાશે ત્યારે એ પહેલા આશિષ ભાટીયાને જ ડીજીપી તરીકે આ એક્સ્ટેન્શન 8 મહિના માટે મળ્યું છે. 

નોટીફિકેશન તેમના એક્સ્ટેન્શનને લઈને જાહેર કરાયું છે. ચૂંટણીના આ વર્ષમાં મુખ્ય સચિવ પંકજ કુમાર અને આશિષ ભાટીયા આ બન્નેને એક્સ્ટેન્શ આપવામાં આવ્યું છે. અગાઉ આશિષ ભાટીયા અમદાવાદના પોલીસ કમિશનર તરીકે રહી ચુક્યા છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરથી તેમને ડીજીપી બનાવાયા હતા. તેમણે આ કાર્યકાળ ડીજીપી તરીકેનો પૂર્ણ કર્યો છે. 

અગાઉ આશિષ ભાટીયાના સ્થાને અન્ય નામોની પણ ચર્ચા હતી ત્યારે અત્યાર પુરતું એક્સ્ટેન્શન આશિષ ભાટીયાને મળ્યું છે. હવે જાન્યુઆરી સુધી તેઓ આ કાર્યભાર આગળ ધપાવશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *