Safeer News

Breaking News from Ahmedabad

દેશ

ખુશખબર/ હવે મજૂરો, લારી-ગલ્લાવાળા દરેકને મળશે પેન્શન, EPFO કરી રહ્યું છે મોટી તૈયારી

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) હવે છુટક મજૂરો અને છુટક નોકરી કરતા કામદારોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહ્યું છે.

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) હવે છુટક મજૂરો અને છુટક નોકરી કરતા કામદારોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહ્યું છે. હવે આ મજૂરોને EPFOની પેન્શન યોજનામાં સામેલ કરવામાં આવશે. આ સંસ્થા તેની પેન્શન યોજના વધારવાની યોજના બનાવી રહી છે. જે અંતર્ગત તેને વ્યક્તિગત યોગદાન પર આધારિત કરવાની જોગવાઈ છે. જેમાં તમામ કર્મચારીઓને 60 વર્ષની ઉંમર બાદ દર મહિને ઓછામાં ઓછું 3 હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવશે.

આ કર્મચારીઓને કવરેજ નહીં મળે

EPFO આ પ્રસ્તાવિત યોજનાને યુનિવર્સલ પેન્શન સ્કીમ નામ આપશે. જણાવવામાં આવી રહ્યું છે કે, વર્તમાન કર્મચારી પેન્શન યોજના 1995નો ઉદ્દેશ્ય વિવિધ પડકારોનો ઉકેલ લાવવાનો છે. જે અંતર્ગત 15,000 રૂપિયા પ્રતિ માસથી વધુ કમાતા કર્મચારીઓ માટે કોઈ કવરેજ નથી. તેમના માટે સરળ પેન્શનની રકમની જોગવાઈ હશે.

મૃત્યુ બાદ પરિવારને પેન્શન મળશે

EPFOની નવી સ્કીમમાં રિટાયરમેન્ટ પેન્શન, વિધવા પેન્શન, બાળકોનું પેન્શન અને ડિસેબિલિટી પેન્શનની જોગવાઈ હશે. આ પેન્શન લાભ માટે સેવાનો લઘુત્તમ લાયકાત અવધિ 10થી વધારીને 15 વર્ષ કરવામાં આવશે. જો કોઈ કર્મચારી 60 વર્ષની વય પહેલા મૃત્યુ પામે છે, તો તેના પરિવારને યુનિવર્સલ પેન્શન સ્કીમ હેઠળ પેન્શન આપવામાં આવશે.

દર મહિને 3 હજાર પેન્શન મળશે

આ યોજના હેઠળ, દર મહિને ઓછામાં ઓછા 3000 રૂપિયા પેન્શન માટે કુલ 5.4 લાખ રૂપિયા જમા કરાવવાના રહેશે. EPFOની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ દ્વારા રચવામાં આવેલી સમિતિએ જણાવ્યું હતું કે EPFO ​​સભ્યો સ્વૈચ્છિક રીતે ઉચ્ચ યોગદાનનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે. તમે ઉચ્ચ પેન્શન માટે મોટી રકમ જમા કરી શકો છો. તમામ કર્મચારીઓ પાસે તેમના મૂળ પગારના 12 ટકા EPF યોજનામાં જમા છે.

તમને જણાવી દઈએ કે આ યોજના દ્વારા લોકો નાની બચત કરી મોટુ ફંડ ભેગી કરી શકે છે. 

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *