Safeer News

Breaking News from Ahmedabad

મારૂ મંતવ્ય

ઓનલાઇન ભણતરમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેવું……?


(હર્ષદ કામદાર)
તાજેતરમાં એક અનુભવી શિક્ષિત વૃધ્ધજને એક વાત કરી કે કોઈ પણ દેશને યુધ્ધ કર્યા સિવાય ખતમ કરવો હોય તો પ્રથમ તે દેશનું શિક્ષણ ખતમ થાય તેવું કરો, તેમજ તેના યુવાધનને નશીલા પદાર્થોના રવાડે ચડાવી દો, લોકો વધુ આળસુ થઈ જાય તે માટે તેમને ધર્માંધતા ફેલાવવા સાથે થોડા મહિનાઓ સુધી જીવન જરૂરી મફત સહાય આપો જેનું પરિણામ એ આવશે ને કે લોકો નવું કરવાનું વિચારશે નહીં તથા આળસુ બની જશે, તેમજ કોઈ બાબતનો સામનો નહીં કરે તેવા નકામા બની જશે… અને આ બાબતોની થોડા અંશે અસર ભારતમા થવા લાગી છે…..! અને તેમાં પણ કોરોનાકાળને કારણે આ પૈકી કેટલીક બાબતો થોડા ઘણામા ઘર કરી ગઈ હોય તેવી સ્થિતિ બની ગઈ છે…. પરંતુ મોટા ભાગની પ્રજાને આ બાબતોની અસર થઇ નથી તેનું કારણ છે ભારતની પ્રજામાં સનાતની સંસ્કારો જે સારી સુખદ બાબત છે. કોરોના કાળમાં મોટી અસર શિક્ષણ ક્ષેત્રમાં થઈ છે જેમાં દેશભરની શાળાઓ, કોલેજાે, ક્લાસિસો સહિતના શૈક્ષણિક સંસ્થાનો દોઢેક વર્ષથી બંધ છે. આ સિવાય એક સમયે શિક્ષણ ક્ષેત્રે નિયમ હતો કે મોબાઇલનો ઉપયોગ કરવાનો નહીં પણ બાળકોના ભવિષ્યનો વિચાર કરી મોબાઈલનો ઉપયોગ કરવો પડે છે પરંતુ ઓન લાઈન ભણતરની અસર બાળકો પર કેવી અને કેટલી તે બાબત વિદ્યાર્થીઓના ભવિષ્ય પર કેવી થવા પામી છે તે શાળાઓ ખુલ્યા બાદ તથા ભણતર પૂરું થયા બાદ આમ વિદ્યાર્થી-વાલીઓ અનુભવી શકશે.

જાે કે રાજકીય ક્ષેત્રે આ બાબતની અસર નહીં થાય. પરંતુ દેશને માટે બુધ્ધિ ધનમાં કેટલા પ્રમાણમાં નુકશાન થયું તે જાણવા મળશે. અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય ધુંધળા બનવાની સંભાવના વધી પડી છે…..! અને એ કારણે જે રાજ્યના વાલીઓ તથા ત્યાની સરકાર જાગૃત છે ત્યાં શાળાઓ સંપૂર્ણ રીતે નિયમોના અમલ સાથે કાર્યરત થઈ ગઈ છે. તેમજ ગુજરાત સહિતના કેટલાક રાજ્યોના વિદ્યાર્થી-વાલીઓ શાળા-કોલેજાે શરૂ કરવા માંગ કરવા લાગ્યા છે….. જાેકે શાળા-કોલેજાે ખોલવાની મંજુરી આપવા સરકારો તૈયાર છે પરંતુ નિયમો સાથે, માત્ર ૫૦ ટકા વિદ્યાર્થીઓ ભણાવી શકશે…. સરકાર નિયમોનું પાલન કરવા સાથે મંજૂરી આપવાની તૈયારી કરી છે જેમાં કોલેજાે આ અઠવાડીયામાં ગુંજતી થઈ જશે જ્યારે કે ધોરણ ૯ થી૧૨ માટે ઓગષ્ટમા શાળાઓને મંજૂરી આપી શકે છે…જેને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આનંદ વ્યાપી ગયો છે…..! સરકારને બાળકોની ચિંતા હોઈ સ્વાસ્થ્ય નિષ્ણાતોની સલાહ મળે ત્યાર બાદ જ શાળા કોલેજ ખોલવા મંજૂરી આપે છે…..!

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *