Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : A.J Dance Studio દ્વારા “ફેશન એન્ડ ડાન્સ શો”નું ઓડીશન યોજાશે

(રીઝવાન આંબલીયા)

ઓડીશનમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવા માટે આ નંબર પર સંપર્ક કરવાનું રેહશે :-૮૮૬૬૬૦૨૪૨૦

અમદાવાદ,તા.૧૩

અમદાવાદ ખાતે A.J Dance Studio જીતુ સેન દ્વારા પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે, “ફેશન એન્ડ ડાન્સ શો”નું ઓડીશન યોજાવા જઈ રહ્યું છે. આ “ફેશન એન્ડ ડાન્સ શો” ઓડીશનમાં ૩થી ૬૦ વર્ષ સુધીની વયના લોકો ભાગ લઇ શકશે. આ ઓડીશનની કોઈપણ પ્રકારની ફી રાખવામાં આવી નથી આ ઓડીશનમાં ભાગ લેવું તદ્દન ફ્રીમાં રાખવામાં આવ્યું છે. આ ઓડીશનમાં જ્યુરી તરીકે પલક જોશી, પાયલ જોશી, રિન્કલ ચોહાણ, ચિંતન વશી અને એન્કર તરીકે જીગ્નેશ પાટીલ ઉપસ્તિથ રેહશે.

આ ઓડીશન અમદાવાદના રિલાયન્સ મોલ, એડવાન્સ મિલ કમ્પાઉન્ડ મેન રોડ, સ્વામિનારાયણ મંદિરની સામે શાહીબાગ ખાતે તા. ૧૬ જુલાઈ રવિવારના રોજ બપોરે ૨ થી ૫ ના સમયમાં રાખવામાં આવ્યું છે.

ઓડીશનમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવા માટે આ નંબર પર સંપર્ક કરવાનું રેહશે :-૮૮૬૬૬૦૨૪૨૦

આ ઓડીશનનું ગ્રાન્ડ ફિનાલે સુરત ખાતે યોજવામાં આવશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *