(અમિત પંડ્યા)
રથયાત્રા દરમિયાન સી.આઈ.ડી. ક્રાઈમની સ્પેશિયલ ટીમએ ફરજ નિષ્ઠા સાથે આપ્યું માનવતાનું ઉત્તમ ઉદાહરણ !
અમદાવાદ,
ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બળદેવ અમદાવાદ શહેરની 146મી વાર નગર યાત્રા કરવા નીકળ્યા હતા તે દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શને ઉમટ્યા હતા. સાથે અમદાવાદની ગલીઓ જાય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠી હતી. આ માનવ મહેરામણમાં બાળકોથી લઇ સિનિયર સિટીઝન સુધીના લાખો લોકો જોડાઇ ગયા હતા.
સરકારશ્રી દ્વારા આ વખતે રથયાત્રામાં સ્પેશિયલ 56ની એક ટીમ ઉતરી હતી જે એફ એફ ડબલ્યુ સી સી આઈ ડી (FFWCCID) ક્રાઇમ અને રેલ્વે મિસીંગ સેલની હતી જેઓ દ્વારા ઉમદા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેનું સંચાલન અમદાવાદ શહેરના સિટી કોઓર્ડીનેટર દિપાલીબેન કંસારા, સહ કોઓર્ડીનેટર ગણપતભાઈ પટેલ, પ્રિતેશભાઈ બારોટ, હેમેન્દ્રભાઈ ગજ્જરના માર્ગદર્શન હેઠળ એક સ્પેશિયલ 56ની ટીમ સમગ્ર રથયાત્રા દરમિયાન કાર્યરત હતી અને સતત મોનીટરીંગ કરતી રહી. આ માનવ મહેરામણમાં જે લોકો પોતાના પરિવારથી વિખૂટા પડેલા હોય તેઓને પોતાના પરિવાર સાથે સમયસર મિલન કરાવવાનું ઉમદા કાર્ય કરી પ્રશંસાને પાત્ર બન્યા હતા. જેની નોંધ ગુજરાત સરકારના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નોંધ લેવામાં આવેલ અને સમગ્ર ટીમને ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યા હતાં.
અમદાવાદ ખાતે રથયાત્રાના માનવ મહેરામણમાંથી ગુમ થઈ ગયેલા બાળકો, મહિલાઓ સહિત કુલ ૭૨ દર્શનાર્થીઓનું CID ક્રાઇમની ખાસ ટીમે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.
રથયાત્રા દરમિયાન સી.આઈ.ડી. ક્રાઈમની સ્પેશિયલ ટીમએ ફરજ નિષ્ઠા સાથે આપ્યું માનવતાનું ઉત્તમ ઉદાહરણ !
અમદાવાદમાં પ્રતિ વર્ષ યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં લાખો ભાવિકો શ્રદ્ધાથી દર્શન કરવા માટે આવે છે. તેમની સુરક્ષા માટે સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા બનાવેલી મહિલા અને બાળમિત્રની સ્પેશિયલ-૫૬ ટીમ દ્વારા ભીડમાં વિખૂટા પડી ગયેલા ૭૨ જેટલા લોકોનું પરિવાર સાથે સુખદ મિલન કરાવીને કર્તવ્ય નિષ્ઠાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિખૂટા પડી ગયેલા લોકોમાં એક મુકબધીર બાળક પણ હતું. સી.આઈ.ડી.ક્રાઈમની આ વિશેષ ટીમના સેવાનિષ્ઠ અને સંવેદનશીલ કર્મીઓને અભિનંદન.