રાજ્ય સરકારે તેમની સુરક્ષા વધારવા માટે આ નિર્ણય લીધો છે અને શાહરૂખ ખાનને Y+ સિક્યોરીટી આપી છે.
મુંબઈ,તા.૦૯
મહારાષ્ટ્ર સરકાર દ્વારા બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની સુરક્ષામાં સોમવારે (૯ ઓક્ટોબરે) વધારો કરવામાં આવ્યો છે. ઍકટર શાહરૂખ ખાને રાજ્ય સરકારને લેખિત ફરિયાદ કરી હતી કે, તેની ફિલ્મો પઠાણ અને જવાન બોક્સ ઓફિસ પર સફળ થયા બાદ તેને જાનથી મારી નાખવાની ધમકીભર્યા ફોન કોલ આવી રહ્યા છે. જે બાદ રાજ્ય સરકારે તેમની સુરક્ષા વધારવા માટે આ ર્નિણય લીધો છે અને શાહરૂખ ખાનને Y+ સિક્યોરીટી આપી છે.
શાહરૂખ ખાન માટે વર્ષ ૨૦૨૩ શાનદાર રહેવાનું છે. વર્ષની શરૂઆતમાં જ પઠાણ અને પછી જવાન. તેની આ બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર કમાણીના મામલામાં એક અલગ રેકોર્ડ બનાવ્યો છે. આ બંને ફિલ્મોની સફળતા બાદ શાહરૂખ ખાને રાજ્ય સરકારને કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને ધમકીના ફોન આવ્યા હતા. શાહરૂખ ખાનની આ લેખિત ફરિયાદ બાદ રાજ્ય સરકારના આદેશ પર IGએ VIP સુરક્ષાનો આદેશ આપ્યો છે અને અભિનેતાની સુરક્ષા વધારવા માટે કહ્યું છે. જેથી શાહરૂખને હવે Y+ સુરક્ષા મળશે. શાહરૂખ ખાનની આ સુરક્ષા માટે પૈસા ચૂકવવામાં આવશે. એટલે કે, તેમણે આ માટે સરકારને પૈસા ચૂકવવા પડશે.