(હર્ષદ કામદાર)
દેશમાં જ્યારે સોશિયલ મીડીયાના ઉપયોગથી મોટાભાગના લોકો દૂર હતા ત્યારે ભાજપ પાસે તેનો ભરપૂર ઉપયોગ જે તે સરકાર વિરુદ્ધ કર્યો….! ઉપરાંત અનેકવિધ પાયા વગરની ઘટનાઓ કે કથા-વાર્તા સોશિયલ મીડિયા પર મૂકી આમ પ્રજાને હોશિયાર મિડીયાનું ઘેલુ કરી નાખ્યું…. શરૂના સમયમાં મોટાભાગના લોકો સામાન્ય મોબાઈલ વાપરતા હતા કે જેમાં માત્ર વાતોનું આદાન પ્રાદાન થતું. જ્યારે કે સુખી -શ્રીમંત પરિવારના લોકો સ્માર્ટફોન વાપરતા હતા અને આ સ્માર્ટફોન તેઓનું સિમ્બોલ ગણાતો તેમજ સામાન્ય લોકો માટે આશ્ચર્ય સાથે આકર્ષણ રહેતું. સ્માર્ટ મોબાઈલ આવતા અગાઉ માહિતીના માધ્યમો મર્યાદિત હતા અને તે સમયમાં કોઈપણ સમાચાર અખબાર તેમજ ન્યુજ ચેનલો દ્વારા જ જાેવા જાણવા મળતા હતા. ત્યારે કોઈ પણ અફવા ફેલાવવી મર્યાદિત હતી. પરંતુ ધીરી ગતિએ સ્માર્ટફોનની કિંમત ઘટતા ધીરે ધીરે લોકો ફોન ખરીદવા લાગ્યા… ઉપરાંત સ્માર્ટફોનનું વેચાણ વધારવા વિવિધ કંપનીઓ જુદી જુદી એપ વધારવા સાથે કે સુવિધાઓ આપતા ગયા અને બીજી તરફ કિંમત લોકોના ખીસ્સાને પરવડે તેવા સ્માર્ટફોન બજારમાં મુકતા ગયા પરિણામે આજે ભારતમાં કરોડો લોકો સ્માર્ટફોન ધરાવતા થઈ ગયા છે. અને તેમાં સૌથી વધુ ઉપયોગ વોટ્‌સએપ, ફેસબુક અને ટિ્‌વટરનો થઈ રહ્યો છે. સ્માર્ટફોન મર્યાદિત કે સુખી સંપન્ન લોકો સુધી મર્યાદિત હતા ત્યારે ભાજપાએ તેનો ભરપૂર ઉપયોગ કર્યો અને લોકસભામાં બે સાંસદની સંખ્યા હતી તે સરકાર બનાવવા સુધી પહોંચી ગયો. જ્યારે કે તેની સામે કોંગ્રેસ સહિતના અન્ય પક્ષો આ સ્માર્ટ ફોન -સોશિયલ મીડિયાની બાબત તરફ ખાસ ધ્યાન આપતા ન હતા મતલબ ઢગાના ઢ સુધી સિમિત હતા…..! પરંતુ ભાજપને જે તે રાજ્યો અને લોકસભામાં સફળતા મળતા પક્ષમાં આઈટી સેલ કરવા સાથે આઈટીનુ મહારાજા બની ગયું હતું… અને જે તે સરકારના કે વિપક્ષના સમાચારો કે આક્ષેપોનો વિરોધ કરવો તથા ભાજપ તરફથી સમાચારો મુકવા તેમજ ભાજપાએ નક્કી કરેલ મુદ્દાઓને વિવિધ રૂપે રીલે કરવાનું શરૂ કરી દીધું…પરિણામે ભાજપ આજે સંપૂર્ણ બહુમતિ સાથે કેન્દ્રમા બિરાજમાન છે તો ૨૯ રાજ્યો માંથી ૧૦ રાજ્યોમાં ભાજપની સ્પષ્ટ બહુમતીની સરકારો છે…. અને આ સફળતાનો પાયો વધુ અંશે સોશિયલ મીડિયાને આભારી છે….તેમ કહીયે તો અતિશયોક્તિ ન કહી શકાય…..!
દેશમાં સ્માર્ટ ફોન ધારકો વધવા સાથે લોકો તેમાંની એપનો ઉપયોગ જાણતા થઈ ગયા. તે સાથે લોકોમાં રાજકીય રીતે પણ જાગૃતિ વધવા લાગી તે ભાજપને આભારી છે…..! પરંતુ પછીથી જાગૃત કે તકવાદી લોકો પોતાને અનુકૂળ કે સમજને લગતા વિચારો રજૂ કરવા લાગ્યા તેમાં સાચી હકીકતો વચ્ચે જૂઠાણુ ભળવા લાગ્યુ…. પરંતુ સ્થિતિ એ બની કે ખોટી રજૂઆત કે સમાચાર તુરંત પકડાવા લાગ્યા અને લોકો ખોટી બાબતોના ધજીયા ઉડાવવા લાગ્યા… આ બધુ સોશિયલ મીડિયા દ્વારા. પરંતુ દેશભરમાં કરોડો-કરોડો લોકો એ હદે જાગૃત થઈ ગયા છે કે સરકાર કોઈપણ નવો ર્નિણય કરે અને તેમાં છીડા હોય કે આમ પ્રજાહિતમાં અધૂરપ બાબત હોય તો લોકો તુરંત તૂટી પડે છે અને સરકારની ભૂલ જાહેર થઈ જાય છે કે પકડાઈ જાય છે. જાે કે ક્યારેક મોટા પ્રમાણમાં કોઇ મુદ્દે ગેરઉપયોગ પણ થાય છે ત્યારે તેની પાછળના અચ્છા ભલા ખેરખાંઓ લોકોની ચપેટમાં આવી જાય છે…. પરંતુ છેલ્લા બે વર્ષમાં આમ પ્રજામાં જે પ્રકારે હોશિયાર મીડિયા બાબતે રાજકીય સહિતની બાબતો અંગે જાગૃતિ આવી ગઈ છે અને જાગૃત લોકો સોશિયલ મીડિયા પર સરકારની ખબર લઈ નાખે છે તેનાથી સરકાર ડરી ગઈ હોય તેવી સ્થિતિ છે….! તેવી સવાલી ચર્ચા આમ લોકોમાં ફરી વળી છે… એટલા માટે સરકાર સોશિયલ મીડિયા પર અંકુશ લાવવા માંગે છે પરંતુ તે હોશિયાર મીડિયા પરના અંકુશ મુકવાની બાબતો-મુદ્દા પર અટવાયેલી છે….!? તો લોકોમા અભિવ્યક્તિની આઝાદી છીનવાઈ જવાનો ડર વ્યાપી ગયો છે જેથી આમ લોકોમા આ બાબતે ભારે વિરોધ વ્યાપી ગયો છે…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here