સોનુ સુદ હવે સિવિલ સર્વિસની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપશે

0

ન્યુ દિલ્હી
કોરોનાના પગલે લાગુ થયેલા લોકડાઉન બાદ જરૂરિયાત મંદો માટે દેવદૂત બની ચુકેલા બોલીવૂડ એકટર સોનુ સુદે હવે મદદ માટે નવી પહેલ કરી છે.
કોરોનાની પહેલી લહેર દરમિયાન સોનુ સુદે ઘણા લોકોને લોકડાઉનમાં પોતાના વતન પહોંચાડયા હતા. બીજી લહેર આવી ત્યારે ઘણા લોકોને સારવાર માટે મદદ કરી હતી. હવે સોનુ સુદ આઈએએસ જેવી પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓની મદદે આવ્યો છે. સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી કરી રહેલા જે વિદ્યાર્થીઓ પૈસાના અભાવે મુશ્કેલી અનુભવી રહ્યા છે તેમને સોનુ સુદે પરીક્ષાની તૈયારી માટે કોચિંગ સ્કોલરશિપ આપવાની જાહેરાત કરી છે.

સોનુ સુદે આ માટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મુકી છે. જેમાં તેમણે નવી દિલ્હીની એક સંસ્થા સાથે જાેડાણ કર્યુ છે. આ સંસ્થાની મદદથી તે વિદ્યાર્થીઓને સિવિલ સર્વિસની તૈયારી કરવા માટે મદદ કરશે. વિદ્યાર્થીઓ માટે સોનુ સુદની સંસ્થા “સૂદ ચેરિટી ફાઉન્ડેશન” પર એપ્લાય કરવાનુ રહેશે. વિદ્યાર્થીઓને અરજી કરવા માટે ૩૦ જૂન સુધીનો સમય આપવામાં આવ્યો છે.

સોનુ સુદ આ પહેલા પણ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે મોબાઈલ ઉપલબ્ધ કરાવવાથી માંડીને બૂક્સ આપવા સુધીની મદદ પણ કરી ચુકયો છે. આઈએએસ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓની સ્કોલરશિપને એકટરે “સંભવમ” નામ આપ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here