સુરત,તા.૧૪
સુરત શહેરના વરાછામાં વર્ષ ૧૯૯૫માં ટીવી, વીડિયો અને કેસેટો મળી કુલ રૂપિયા ૧૨ હજારના મતાની ચીજવસ્તુ ભાડે આપવાને બહાને લઈ ગયા બાદ ઓપરેટરે પરત નહી આપી ઠગાઈ કરી હતી. ઠગાઈ કર્યા બાદ ઓપરેટરે પોલીસથી બચવા માટે નામ બદલી સાધુ બની જીવન જીવવા લાગી રાજ્યના અલગ અલગ મંદિરોમાં રહેવા લાગ્યો હતો. પરંતુ કહેવત છે ને “કાનૂન કે હાથ બડે લંબે હોતે હે” તેમ આખરે સુરત ક્રાઈમ બ્રાન્ચને નાસતા ફરતા ઓપરેટરને ૨૬ વર્ષ બાદ તેના ભાવનગરના વતનથી ઝડપી પાડવામાં સફળતા મળી છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ વરાછા બરોડા પ્રિસ્ટેજ પાછળ લુંગીવાળાની ચાલમાં રહેતા મનજીભાઈ પરષોત્તમભાઈ પટેલ ટી.વી, વીડિયો અને કેસેટો ભાડે આપવાનો ધંધો કરે છે. મનજીભાઈની દુકાનમાં ઓપરેટર તરીકે ભોળા નાથાભાઈ પટેલ (રહે, વીરડી, ગારીયાધાર , ભાવનગર)નોકરી કરતો હતો. ભોળાઍ સન ૧૯૯૫માં ભાડે ડિવીડી, વીડિયો અને ત્રણ કેસેટો મળી કુલ રૂપિયા ૧૨,૦૦૦ના ચીજવસ્તુઓ ભાડે આપવાને બહાને લઈ ગયા બાદ પરત નહી આપી છેતરપિંડી કરી હતી. જે અંગે વરાછા પોલીસમાં મનજીભાઈઍ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના નાસતા ફરતા સ્કોડના માણસોઍ મળેલી બાતમીના આધારે ભોળા પટેલને ૨૬ વર્ષ બાદ તેના વતન ભાવનગરના ગીરડીગામ ખાતેથી ઝડપી પાડ્યો હતો અને તેનો કબજા વરાછા પોલીસને સોપ્યો હતો. વધુમાં ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે આરોપી ભોળા પટેલ ઠગાઈ કર્યા બાદ સુરત શહેર છોડી દીધી હતુ. અને વતનના આજુબાજુના વિસ્તારોમાં રહી ચારેક વર્ષ સુધી મજુરી કામ કર્યું હતું. પરંતુ પોલીસે તેને શોધવા આવવા લાગતા તેણે ગામમાં રહેવાનું બંધ કરી દીધુ હતુ અને વીસેક વર્ષથી પોતાનું નામ બદલી ભાવેશગીરી રાખી સાધુ જીવન જીવવા લાગ્યો હતો. અને ગુજરાત રાજયના અલગ અલગ મંદિરોમાં રહેવા લાગ્યો હતો. તેમજ પોતાના વતન ભાવનગર વીરડીગામે વર્ષમાં ઍકાદ વખત જતો હતો.

ઉલ્લેખનીય છે કે પોલીસે ચોરીના આરોપી ડિલિવરી બોયને પણ પકડ્યો હતો. વાત જાણે એમ છે કે સુરતમાં એક ઍક અલગ પ્રકારની ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં ઍક વિદ્યાર્થીનું ભવિષ્ય ડોક્યુમેન્ટના રૂપમાં ચોરાય ગયુ હતું. ઍટલે કે ફ્રાન્સ યુનિવસિર્ટીમાં ઉચ્ચ અભ્યાસ માટે ઍડમીશન મેળવવા માટેના મહત્વના ડોક્યુમેન્ટ ચોરાયા હતા. જેના કારણે મામલો પોલીસ કમિશનર સુધી પહોંચ્યો હતો. પોલીસ કમિશનરે પણ વિદ્યાર્થીના ભાવિને ઘ્યાને લઈ આ ગુનાની તપાસ ઍસઓજીને સોપી હતી. ઍસઓજીની ટીમે પણ પ્રસશનીય કામગીરી કરી ગણતરીના સમયગાળામાં તસ્કર પકડી પાડ્યો હતો. આ રીતે ઍક વિદ્યાર્થીનું ભવિષ્ય બગડતુ અટકી ગયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here