સરપંચના પતિનો કોલર પકડતા નારાજ લોકોએ હાથ કાપી નાંખ્યા

0


મ.પ્રદેશના હોશંગાબાદમાં યુવકના ૫ આરોપીઓએ હાથ કાપી નાંખતા ચકચાર મચી
હોશંગાબાદ,
માનવતાને શર્મસાર કરે અને લોકશાહીમાં કાળાધબ્બા સમાન એક સમાચાર સામે આવી રહ્યા છે. મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લામાં એક યુવકના ૫ આરોપીઓએ હાથ કાપી દીધા છે. મુખ્ય આરોપી સ્થાનિક સરપંચનો પતિ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ લોકોમાં જૂનો વિવાદ છે. વિવાદ દરમિયાન યુવકે સરપંચ પતિનો કૉલર પકડ્યો હતો. આનાથી નારાજ લોકોએ યુવકના બંને હાથ કાપી દીધા છે. ઘટના બાબઈના ગામ ચોરાહેટની છે.

આરોપીઓએ આ ઘટનાને શુક્રવારની રાત્રે અંજામ આપ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીઓએ તેને યોજનાબદ્ધ રીતે ઘેરીને રોક્યો. ત્યારબાદ મારઝુડ કરવામાં આવી અને તલવારથી તેના બને હાથ કાપી દેવામાં આવ્યા છે. ઘાયલ યુવકને ગંભીર હાલતમાં હોશંગાબાદની ખાનગી હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. આરોપીઓની શોધખોળમાં બાબઈ પોલીસ દરોડા પાડી રહી છે. અત્યારે પણ આરોપીઓની ધરપકડ માટે તેમના સ્થાનો પર દરોડા પાડવાનું ચાલું છે. બાબઈ અશોક બરબડેએ જણાવ્યું કે, ૨૭ વર્ષિય સોમેશ ચૌધરી ગામની તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન નહેરની પાસે વેંકટ, કેશવ, ભગવાન સિંહ, નાતી ચૌધરી અને મકરંદે ઘેરીને તેનું બાઈક રોકી દીધું. પાંચેય જણાયે પહેલા સોમેશની સાથે મારઝૂડ કરી. ત્યારબાદ તેના બંને હાથ કાપી દીધા. ઘટનાની જાણકારી મળતા જ ગામના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા. ઘાયલ સોમેશને હોશંગાબાદની ખાનગી હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

સોમેશ અને આરોપીઓ વચ્ચે જૂની અદાવત ચાલી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પહેલા પણ આ લોકોમાં વિવાદ થયો હતો. આ અદાવત લાંબા સમય સુધી ચાલી રહી છે, જેને લઈને અવાર-નવાર વિવાદની સ્થિતિ બની હતી. પોલીસ અનુસાર શુક્રવારની સવારે ઇટારસી સ્થિતિ અનાજ મંડીમાં સરપંચ અને યુવકમાં સરપંચ પતિ અને યુવકમાં ઝઘડો થયો હતો. યુવકે આ દરમિયાન સરપંચ પતિનો કૉલર પકડી લીધો હતો, આ કારણે તેઓ અપમાન અનુભવી રહ્યા હતા. આ બાદથી જ તેણે બદલો લેવાનું નક્કી કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here