અમદાવાદ, 

સંતાન પ્રાપ્તિ માટે પરિણીતાએ દોરાધાગા કરવા બોલાવેલ યુવકે શરીર સુખની માંગ કરતા વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે વેજલપુર પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે પરિણીતાને સંતાન પ્રાપ્તિ થાય તે માટે આરોપીએ તેની સાથે શરીર સુખની માંગ કરીને કહ્યું કે આપણે બન્ને હોટલમાં જઇએ અને તું મારી સાથે શરીર સંબધ રાખીશ તો તારે બાળકો થશે. આ વાત સાંભળીને જ પરિણીતાએ આરોપીને ઘરમાંથી કાઢી મૂક્યા બાદ તેના વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જેની જાણ થતાં આરોપી યુવકના ભાઈઓ પરિણીતાના ઘરે આવ્યા હતા અને અપશબ્દો બોલીને ફરિયાદ પરત ખેંચવાનું કહીને ધમકીઓ આપી હતી. જેથી પરિણીતાએ આરોપી ઈમ્તિયાઝ હૂસૈન ઉર્ફે જલાલ શેખ, ઈરફાન, મુબીન, અને અફરોઝ નામના શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ઘટના શહેરના જુહાપુરા વિસ્તારની છે. પરિણીતાના 13 વર્ષ પહેલા લગ્ન થયા હતા પરંતુ સંતાન પ્રાપ્ત ન થતા તેણીએ પાડોશમાં રહેતા એક બાળકને દત્તક લીધું હતું. તેમ છતાં સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા દંપતીએ “દોરાધાગા” કરી આપવા માટે ઈમ્તિયાઝના સંપર્કમાં આવી હતી અને ઈમ્તિયાઝને ઘરે બોલાવ્યો હતો. પરિણીતાએ સમસ્યા જણાવ્યા બાદ ઇમ્તિયાઝે કહ્યું કે, તારે બાળકો ના થતા હોય તો તારે બીજા પુરૂષ સાથે સંબધ બાંધવો પડે તો તારા બાળકો થાય. ઈમ્તિયાઝે પરિણીતાને હોટલમાં જઈએ અને તું મારી સાથે શરીર સંબંધ રાખીશ તો તારે બાળકો થશે તેવી વાત કરતા તે ઉશ્કેરાઈ ગઈ હતી અને ઈમ્તિયાઝને ઘરમાંથી બહાર કાઢીને તેની વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here