રાજકોટ,તા.૧૭

લોકો ૧૦ રૂપિયાના સિક્કા સ્વીકારતા નથી પણ અમે આ સિક્કા સ્વીકારી લઈએ છીએ. જેને લઇને બેંકમાં પણ ૧૦ રૂપિયાના સિક્કાનો ભરાવો થઈ ગયો છે. રાજકોટની મોટાભાગની બેંકોની આ પ્રકારની સ્થિતિ છે. રાજકોટમાં લોકો ૧૦નો સિક્કો સ્વીકારવાનો ઇન્કાર કરી રહ્યા છે જેની પાછળ મુખ્ય બે કારણો છે. જેમાં પ્રથમ એક તો બજારમાં અફવા છે કે ૧૦ રૂપિયાના સિક્કા બંધ થઈ ગયા છે, જેને લઇને લોકોને ભય છે કે અમે ૧૦ રૂપિયાના સિક્કા સ્વીકારીશું અને અમારી પાસેથી કોઈ સિક્કા નહીં લે તો? અને બીજુ ૧૦ રૂપિયાના સિક્કાની અવેજી સ્વરૂપે ચલણી નોટો છે આથી વજનના લીધે લોકો સિક્કા સ્વીકારતા નથી. બે મુખ્ય કારણોથી લોકો સિક્કા સ્વીકારતા નથી. જાેકે લોકોને આ બાબતે જાગૃત કરવા પણ જરૂરી છે. માત્ર એક અફવાને લીધે રાજકોટની બજારમાં ૧૦ના સિક્કા ગુમ થઈ ગયા છે. જાેકે સરકારે કે તંત્રએ આ બાબતે કોઈ જાગૃતિ ફેલાવવાની જરૂર છે. કારણ કે હાલ જે પરિસ્થિતિ છે તે માત્ર એક ગેરસમજણના લીધે ઉભી થઇ છે. આશા છે કે આ અહેવાલ બાદ રાજકોટવાસીઓમાં ૧૦ના સિક્કા બાબતે જાગૃતતા આવશે.

છેલ્લા ઘણા દિવસથી રાજકોટની બજારોમાં ૧૦ રૂપિયાના સિક્કા જાેવા મળતા નથી. જ્યારે કોઈ દુકાનો પર તમે જશો તો વેપારી કહે છે હું ૧૦ રૂપિયાનો સિક્કો નહીં સ્વીકારું, જ્યારે કોઈ વેપારી ગ્રાહકને ૧૦નો સિક્કો આપશે ત્યારે તે કહી દેશે રહેવા દો… ૧૦ રૂપિયાની નોટ આપો. આવું તે શું બન્યું કે લોકોએ ૧૦ના સિક્કા સ્વીકારવાનું કે આપવાનું બંધ કરી દીધું? જાેકે સમગ્ર મુદ્દે ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી અને જસદણ-વીંછિયાના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ કલેક્ટરને રજુઆત કરી છે. તેમજ કાલે યોજાનારી કલેક્ટર ફરિયાદ સમિતિમાં પણ કુંવરજી બાવળિયા આ પ્રશ્ન રજૂ કરશે. ૧૮ ડિસેમ્બરના રોજ યોજાનાર કલેક્ટર ફરિયાદ સમિતિમાં પ્રજાલક્ષી ૪૦થી વધુ લોકઉપયોગી પ્રશ્નો રજૂ કર્યા છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં રૂ.૫ અને ૧૦નાં ચલણી સિક્કા ન લેવા અંગેની પ્રવર્તતી ગેરમાન્યતા દૂર કરીને RBI અથવા બેંકનાં પત્ર મારફત ચલણી સિક્કા ચલણમાં હોવા અંગે પત્ર બહાર પાડી જાગૃતિ લાવવા અને સિક્કાઓનાં અસ્વિકાર કરવા બાબતે રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા શું પગલા લેવામાં આવ્યા છે? તે પ્રશ્ન પણ રજૂ કરવામાં આવશે. તેમજ પીડીયુ મેડિકલ કોલેજનાં તબીબી સ્ટાફ ક્વાર્ટરને મરામત કરવા અંગે અને ક્વાર્ટરમાં ચાલતી ગેરરીતિ સબંધીત મેડિકલ કોલેજના ડીને અને જિલ્લા માર્ગ-મકાન વિભાગનાં કાર્યપાલકે ક્યારે મુલાકાત કરી? જીલ્લામાં શ્રમયોગી કામદારોને ઇ-શ્રમકાર્ડ માટે તાલુકાવાર કેટલા કેમ્પ યોજવામાં આવ્યા? રાજકોટ-રીબડા રસ્તા ઉપર પેચવર્ક કરવા બાબતે, પ્રોપર્ટી કાર્ડ કાઢી આપવામાં વિલંબ કરવા સામે શું પગલા ભરવા? જસદણ તાલુકામાં શ્યામપ્રસાદ મુર્ખજી યોજના હેઠળ અધૂરા વિકાસ કામો ક્યારે પૂર્ણ થશે? સિંચાઇ વિભાગ હસ્તકનાં ચેકડમ, તળાવ અને કેનાલનાં મરામતનાં કામોની છેલ્લા ખર્ચ સહિતની માહિતી આપવા અંગે, જસદણ સિટી સર્વે કચેરીનાં અધિકારીઓની અનિયમિતતા, નિયમિત બસ ચલાવવા, પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં લાભો આપવા, નવા બનતા પશુ દવાખાના અંગે, રસ્તા પર સફેદ પટ્ટા મારવા, ગેરકાયદેસર મકાનોને પાડવા સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here