બીડી પીવા માટે માચીસ માંગતા મામલો બિચકાયો

0

કડી,
કડીમાં ગઇરાત્રે એક ચાની કીટલી પર બીડી પીવા માટે પેટી માંગવા મામલે હુમલાની ઘટના સામે આવી છે. આ ઝઘડામાં બંને પક્ષના વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમજ કડી પોલીસ મથકમાં સામસામે ફરિયાદ દાખલ કરાવામાં આવી છે.

કડીના દેત્રોજ રોડ પર જે.કે પાન પાર્લર અને ભ્રમહાણી ટી સ્ટોલના માલિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને બોલાચાલી મારામારીમાં એટલી હદે ફેરવાઇ ગઇ કે બંને પક્ષના લોકો હોસ્પિટલ પહોંચી ગયા. મળતી માહિતી મુજબ, જે.કે પાન પાર્લરનો મલિક ભ્રમહાણી ચાની કીટલી પર બીડી પીવા ગયો હતો. જ્યાં માચીસ માંગતા બંને દુકાનદારો વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. જેમાં ચાની હોટેલ અને જે.કે પાન પાર્લરના માલિક વચ્ચે ઝપાઝપી થતા બને ઇજાગ્રસ્ત થયા હતા.

આ ઝઘડાની જાણ બંનેના સગાવાલાને થતાં બંનેના સગાએ પણ આવીને સામસામે ઝઘડો કરવા લાગ્યા હતા. જેમાં ચાની હોટેલના મલિકના પક્ષના કેટલાક શખ્સોએ હાથમાં ધોકા અને છરી વડે જે.કે પાર્લરના મલિક પર હુમલો કર્યો હતો. જેમાં પાર્લરના મલિકને તેનો પુત્ર છોડાવવા આવતા તેને પણ માર માર્યો હતો. ઝઘડામાં જે.કે પાન પાર્લરના મલિકની એક્ટિવા અને બાઇકની પણ તોડફોડ કરી નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. તો બીજી બાજુ હુમલામાં ચાની હોટેલના માલિકને પણ ઇજાઓ પહોંચતા તેને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. સમગ્ર હુમલા મામલે બંને દુકાનદારોએ કડી પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંનેની ફરિયાદ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here