“ફેસમાસ્ક”માં નેનો પ્લાસ્ટિકનો ઉપયોગ વિશ્વને કઈ ગર્તામાં ધકેલશે…..?

0


(હર્ષદ કામદાર)

બે વર્ષ પહેલા ૫૦ માઈક્રોન નીચેની કોઈ પણ પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ અને ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જેના કારણે કેન્સર સહિતના કેટલાક રોગો પર કાબૂ આવ્યો હતો. આવા પ્રતિબંધ સાથે સરકારી તંત્ર,અર્ધ સરકારી તંત્રના જે તે સંબંધિત તંત્રોએ આ બાબતે તપાસ હાથ ધરવા સાથે એક્શન લેવાનુ શરૂ કરી દેતા આ પ્રકારના પ્લાસ્ટીક ચીજ વસ્તુઓનો ઉપયોગ બંધ થઈ ગયો હતો. પરિણામે પ્લાસ્ટિક કચરો સહિતના મેદાનો, જાહેર ઉપયોગી સ્થળો, વહેતી નદીઓ, વોકળા, તળાવો, ફરવાના સ્થળો સ્વચ્છ થઈ ગયા હતા. તો પ્લાસ્ટિક ચીજવસ્તુઓના કારણે અટકાઈ ગયેલ નદીમાના પાણી પ્લાસ્ટિક બનાવટોનો કચરો દૂર થતા નદીઓ, વોકળાના પાણી વહેતા થઇ ગયા હતા. જાેકે આરંભે શૂરાની કહેવત અનુસાર જ થયું….ધીરી ગતિએ જે તે માર્કેટોમાં ૫૦ માઈક્રોનથી નીચેની પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓનો વપરાશ શરૂ થઈ ગયો… અને આજે ફરી હતા ત્યાંના ત્યાં જ આવી પહોંચ્યા છીએ. અત્યારે કોરોના કાળમાં જ્યાં જ્યાં નજર કરો ત્યાં પ્લાસ્ટીક ચીજ વસ્તુઓનો કચરા સાથે માસ્ક નજરે પડી રહ્યો છે. જાેકે રાજમાર્ગો, શહેરના મુખ્ય માર્ગો પરની સફાઈને કારણે રોડ રસ્તા સ્વચ્છ દેખાય છે. પરંતુ જ્યાં ત્યાં કચરાના ઢગ ખડકાય છે કે કચરો એકઠો કરવામાં આવે છે તેમાં ૭૦ ટકા જેવી પ્લાસ્ટિક ચીજ વસ્તુઓ જાેવા મળે છે. તો જે તે ગામડાઓ, જિલ્લાઓ, નાના મોટા શહેરોમા શેરીઓ, મહોલ્લામા પ્લાસ્ટિક કચરો રજળતો જાેવા મળે છે. જ્યારે કે ૨૦૨૦થી શરૂ થયેલા કોરોના કાળમાં અભિન્ન અંગ બની ગયેલા ફેસમાસ્ક પણ પ્લાસ્ટિકની વસ્તુઓ કરતા પણ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને આવા માસ્ક જાહેરમાં ગમે તે સ્થળે ફેકી દેવામાં આવે છે. આવા માસ્ક પર્યાવરણ માટે તો જાેખમી છે જ પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખતરારૂપ છે. એક અભ્યાસ મુજબ એક મિનિટમાં ૩૦ લાખ માસ્કનો વપરાશ થાય છે તો એક મહિનામાં કેટલા માસ્ક વપરાયા હશે અને એક વર્ષનો ટોટલ કરો તો અધધ.. થઈ જશે. કોરોના મહામારી સમયમાં મોટાભાગના ફેસમાસ્ક પ્લાસ્ટિક માઈક્રોફાઈબરથી બનેલા હતા. અને આજે પણ માર્કેટમાં વપરાઈ રહ્યા છે. ડેનમાર્ક યુનિવર્સિટીના પર્યાવરણ પોઈઝન વિષયના વિજ્ઞાની જિયા ઓગ જેસર રેન દ્વારા સંશોધન કરીને જણાવેલ માહિતી અનુસાર માસ્ક હાનિકારક વસ્તુઓ બિસ્ફેનોલ જેવી ભારે વસ્તુઓ ઉપરાંત રોગો પેદા કરે તેવા જીવાણુઓ વાતાવરણમાં ફેલાવી શકે છે. ડિસ્પોઝેબલ માસ્કનુ પ્લાસ્ટિકની બોટલો કે અન્ય પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓની જેમ પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને જઈ રહ્યું છે…. પરંતુ તેનો નાશ કરવો સરળ નથી…..!!
ફેસમાસ્કમા વપરાયેલ પ્લાસ્ટિકના કણો અતિસૂક્ષ્મ હોય છે જે કણ તૂટીને હવામાં ફેલાઈ શકે છે અને તે એક માઈક્રોમીટરથી પણ નાના કણો હોય છે. જેને સાદી ભાષામાં નેનો પ્લાસ્ટિક કહેવામાં આવે છે. નિષ્ણાતોનુ માનવું છે કે નેનો કણો પ્લાસ્ટિકના કણો કરતા ઝડપથી ફેલાઈ શકે છે. જાેકે માસ્કના નેનો પ્લાસ્ટિક કણોના રિસાઈકલ અંગે સંશોધન થયું નથી કે તેનો નાશ કઈ રીતે કરવામાં આવે છે તેની વિગતો પણ જાહેર થઈ નથી. પરિણામે વેસ્ટ થયેલ માસ્ક અન્ય પ્લાસ્ટિક ચીજ વસ્તુની જેમ કચરાના ઢગલામાં જાેવા મળશે. જે વહેતી નદીઓમાં, વોકળાઓમાં, તળાવોમા કે દરિયામાં ભળશે તો તેના પરિણામો કેવાં ભયંકર આવી શકે તે સંશોધન માગી લે છે….! જે પ્રકારે ૫૦ માઈક્રોન નીચેની પ્લાસ્ટિક ચીજવસ્તુઓનું રિસાયકલ થઇ શકે છે તેમ નેનો પ્લાસ્ટિકથી બનેલા માસ્કનું રિસાયકલ થઇ ન શકે તો તેનો નાશ કરવા માટે સંશોધન કરવું જરુરી છે. અત્યારના સમયમાં રોડ-રસ્તા, જાહેર સ્થળો, મેદાનો, ટ્રાન્સપોર્ટ, રેલ્વે ટ્રેન સહિત અનેક સ્થળે ફેંકી દીધેલા વેસ્ટ માસ્ક જાેવા મળી રહ્યા છે. તેવા વેસ્ટ માસ્ક જ્યાં ત્યાં ફેકે નહીં તે માટે એક્શન લેવા જરૂરી છે…. નહી તો કોરોના મહામારી પછી વેસ્ટ થયેલા ફેસમાસ્ક વિશ્વને કેવા રોગોમા ધકેલી દેશે તેની તો કલ્પના જ કરવી રહી……!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here