ફેક આઇ.ડી બનાવી યુવક બીભત્સ માંગણીઓ અને બ્લેકમેલિંગ કરતો ઝડપાયો

0

યુવતીના નામે ફેક આઈ.ડી બનાવ્યું હતું
રાજકોટ,

રાજકોટના વિરપુર ખાતે રહેતા અને કડિયા કામ કરતા આરોપી કિશન ડાભી સોશિયલ મીડિયા પર યુવતીના નામે ફેક એકાઉન્ટ બનાવતો હતો અને ત્યાર બાદ યુવતીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી બાદમાં નગ્ન હાલતમાં વિડીયો કોલ કરી સ્ક્રીન શોટ મેળવી બ્લેકમેઈલ કરતો હતો.

ગોંડલની યુવતીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે યુવકની ધરપકડ કરી છે. યુવકે અન્ય કોઈ યુવતીઓને ભોગ બનાવી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. ગોંડલ પંથકની યુવતીએ ફરીયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે તેને એક યુવતીના નામની તેના સોશિયલ મીડિયા પર ફોલો રીકવેસ્ટ આવતા તેણે એકસેપ્ટ કરી હતી. ત્યારબાદ તે એકાઉન્ટ ધારકે તેની સાથે યુવતી તરીકે વાતચીત કરી વિશ્વાસ સંપાદન કરી લીધા બાદ પરીચય વધારવા માટે વિડીયો કોલીંગનું કહેતા તેણે હા પાડી હતી. એકાઉન્ટ ધારકે તેને વિડીયો કોલ કરતા સામે છેડે સ્ક્રીન પર નગ્ન હાલતમાં એક પુરૂષ જાેવા મળ્યો હતો. તે સાથે તેણે વિડીયો કોલ કટ કર્યો હતો. પરંતુ તે પહેલા તે પુરૂષે વિડીયો કોલીંગના સ્ક્રીન શોટ પાડી તે જ તેને મોકલી બિભત્સ માંગણી શરૂ કરી હતી.

આ મુદ્દે રાજકોટ રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીના ડમી એકાઉન્ટનું ટેક્નિકલ એનાલીસીસ કરીને આરોપી કિશન જેન્તીભાઇ ડાભીની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં યુવતીના નામે સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી કોલેજીયન યુવતીઓ સાથે ફ્રેન્ડશીપ કર્યા બાદ નગ્ન હાલતમાં તેને વિડીયો કોલ કરી તેના સ્ક્રીન શોટ પાડી બિભત્સ માંગણી કરતા મૂળ વીરપુરના યુવકને રાજકોટ રેન્જના સાયબર ક્રાઈમ પોલીસ મથકના સ્ટાફે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ વીરપુરના યુવકે ગોંડલની યુવતીને ફેક આઇ.ડી માંથી નગ્ન હાલતમાં વિડીયો કોલ કરતા યુવતીએ ફરિયાદ નોંધાવી અને સત્ય બહાર આવ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here