રિલીઝ પહેલા “#બોયકોટતૂફાન” ટ્રેન્ડ થયું

મુંબઈ,
અભિનેતા ફરહાન અખ્તરની આગામી ફિલ્મ ‘તૂફાન’ ૧૬ જુલાઈએ રિલીઝ થઈ રહી છે. દરમિયાન, ફિલ્મની રિલીઝ પહેલા જ અભિનેતાની ફિલ્મ વિવાદોમાં ઘેરાયેલી હોય તેવું લાગી રહ્યું છે. સો.મીડિયા પર ફરહાનના ‘તુફાન’નો બહિષ્કાર કરવાની માંગ કરવામાં આવી રહી છે. ટિ્‌વટર પર #બોયકોટતૂફાન ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકોએ ફિલ્મ પર લવ જેહાદ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. લોકો સતત ટિ્‌વટર પર પોસ્ટ કરીને તેનો વિરોધ કરી રહ્યા છે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં મુસ્લિમ છોકરા અને હિન્દુ છોકરી વચ્ચેનો પ્રેમ જાેવા મળે છે. જેને લઈને લોકોએ વાંધો ઉઠાવ્યો છે. એક યુઝરે ટ્‌વીટ કરીને લખ્યું, ‘બોલિવૂડના નિશાના પર માત્ર હિન્દુઓ જ નથી? પરંતુ તેઓ લવ જેહાદને પણ પ્રોત્સાહન આપી રહ્યા છે. એવી ઘણી ફિલ્મો છે જેમાં હિરોઇન હંમેશાં હિન્દુ હોય છે. શું તે મનોરંજનના નામે વ્યવસ્થિત રીતે હિન્દુઓને નિશાન બનાવી રહ્યું નથી? બીજાએ લખ્યું, ‘ફરહાન અખ્તરનું તૂફાન ૧૬ જુલાઈએ આવી રહ્યું છે, તેણે સીએએનો (સીએએ) બહિષ્કાર કર્યો હતો. હવે અમારો વારો છે તેની ફિલ્મનો બહિષ્કાર કરવાનો.

‘તૂફાન’ એ આશા, વિશ્વાસ અને આંતરિક શક્તિની વાર્તા છે. એક્સેલ એન્ટરટેઈનમેન્ટ અને રોમપ પિક્ચર્સના સહયોગથી એમેઝોન પ્રાઇમ વિડિઓ દ્વારા પ્રેરણાદાયી ડ્રામા રજૂ કરવામાં આવ્યું છે. રિતેશ સિધવાણી, રાકેશ ઓમપ્રકાશ મેહરા અને ફરહાન અખ્તરનું પ્રોડ્‌ક્શન છે. આ ફિલ્મમાં મૃણાલ ઠાકુર, પરેશ રાવલ, સુપ્રિયા પાઠક કપૂર, હુસેન દલાલ, ડો.મોહન આગાશે, દર્શન કુમાર અને વિજય રાઝ સાથે ફરહાન અખ્તરની લીડ રોલમાં દેખાશે. રાકેશ ઓમપ્રકાશ મેહરા દ્વારા દિગ્દર્શિત, ફિલ્મનું હાઇ ઓક્ટેન ટ્રેલર અમને અજ્જુ ભાઈ નામના સ્થાનિક ગુંડાની જીવનયાત્રા વિશે જણાવે છે જેમાં એક ગુંડો અઝીઝ અલી નામના બોક્સરમાં ફેરવાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here