પુત્ર પર ગુસ્સે ભરાયી મહિલા, ચોંકાવનારી સજા આપી

0

(અબરાર એહમદ અલવી)

તેલંગાણા,

તેલંગાણાના સૂર્યપેટ જિલ્લામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સ્કૂલ છોડીને ગાંજાનો વ્યસન કરતા પુત્ર પર ગુસ્સે ભરાયેલી માતાએ તેના પુત્રને ચોંકાવનારી સજા આપી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તેલંગાણાના સૂર્યપેટ જિલ્લામાં મહિલાએ તેના પુત્રને થાંભલા સાથે બાંધી દીધો હતો, ત્યાર બાદ મહિલાએ તેની આંખમાં મરચાનો પાવડર નાખ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં અન્ય સ્ત્રી યુવકનો હાથ પકડતી જોવા મળે છે. જ્યારે યુવકની માતા તેની આંખમાં મરચાનો પાવડર નાખતી નજરે પડે છે. યુવકના આંખમાં બળતરા થતા તે ચીસો પાડવા લાગ્યો હતો. જ્યારે કેટલાક પડોશીઓ છોકરાની માતાને પાણી નાખવાની સલાહ આપતા સંભળાય છે. ગાંજોપીવાની આદત છોડવાનું વચન આપતા યુવકની માતાએ તેને મુક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here