અમદાવાદ,
જુહાપુરામાં ફૈઝે મોહંમદી સોસાયટીમાં રહેતા નફીસાબાનુએ ગોમતીપુરમાં જય લક્ષ્મીનું ડેલુ ખાતે રહેતા મોહંમદ આમીર એમ. પઠાણ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જેમાં તેમને એક દિકરી અને એક દિકરો છે. લગ્નના એકાદ વર્ષ સાસરીયાઓએ તેમને સારી રીતે રાખ્યા હતા. બાદમાં સાસુ ઘરકામ તથા રસોઈ બાબતે પરેશાન કરવા લાગ્યા હતા. વેજલપુરમાં રહેતી પરિણીતાને તેના પતિએ ટ્રિપલ તલાક આપતા તેણે વેજલપુર પોલીસ સ્ટેશનમાં પતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. તેમના જેઠને દારૂ પીવાની આદત હોવાથી નાની નાની વાતોમાં ઝઘડા કરીને નફીસાબાનુના પતિને ચઢામણી કરતો હતો. આથી પતિ નફીસાબાનુને મારઝુડ કરતો હતો. દરમિયાન તેમના સસરાએ ખાવાનું માંગીને ઝઘડો કરતા પતિ મોહંમદ આમીરે નફીસાબાનુને ગડદાપાટુનો માર માર્યો હતો. જેને પગલે નફીસાબાનુ તેમના પિતાને ઘરે આવી ગયા હતા.

૧૮ ઓગસ્ટના રોજ પતિ મોહંમદ આમીર નફીસાબાનુના જુહાપુરાના ઘરે આવ્યો હતો અને આપણી છોકરીને લેવા આવ્યો છું કહ્યું હતું. જાેકે દિકરીની તબિયત સારી ન હોવાથી જીદ ન કરવા નફીસાબાનુએ કહ્યું હતું. આથી ઉશ્કેરાયેલા મોહંમદ આમીરે ત્રણ વાર તલાક કહીને ટ્રિપલ તલાક આપી ત્યાંથી જતો રહ્યો હતો. આ અંગે નફીસાબાનુએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.

(જી.એન.એસ.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here