સુરત,


સુરત શહેરના એક જીવદયાપ્રેમી અને વેસુ આગમ આર્કેડમાં જય ગોપીનાથ ખમણ અને લોચોની દુકાન ચલવતા ચેતનભાઈ અને પરેશભાઈએ મળી અનોખી ઓફર જાહેર કરી છે. તેમણે એવી ઓફર આપી છે કે ૫૦૦ ગ્રામ દોરીની ગૂંચ લાવનારને ૫૦૦ ગ્રામ સાદા ખમણ તથા ૧ કિલો દોરીની ગૂંચ લાવનારને ૧ કિલો સાદા ખમણ અથવા ચીઝ રોલ લોચો ફ્રીમાં આપશે. ઉલ્લેખનીય છે કે આમ તો સુરતીઓને નાસ્તામાં સૌથી પ્રિય લોચો અને ખમણ રહેતાં હોય છે, એવામાં જ ઉત્તરાયણના દિવસે આવી ઓફર મળી છે. વિક્રેતાએ કહ્યું હતું કે ઓફર ૨૦ જાન્યુઆરી સુધી રાખી છે. આ વર્ષે સુરતીઓએ ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની મજા ૨ દિવસની નહીં, પરંતુ ૩ દિવસ માણી છે. ત્યારે હવે ઠેર ઠેર ઝાડ પર, ઇલેક્ટ્રિક વાયરો પર અને લાઇટના પોલો પર કપાયેલા પતંગો તથા ધારદાર દોરાઓ લટકતા જાેવા મળી રહ્યાં છે. જાેકે દોરાઓને કારણે અનેક નાના-મોટા અકસ્માતો પણ થતા જાેવા મળે છે, જેમાં પશુ, પક્ષીથી માંડી માણસોને પણ જાન હાનિ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here