રાજકોટ જીલ્લાના ધોરાજીની મહિલાઓએ મોંઘવારી મુદ્દે ખાદ્ય પદાર્થના વધતા જતા ભાવોને લઈને મહિલાઓનુ બજેટ ખોરવાઈ જતા તેલના ડબ્બાઓ માથે રાખીને રાસ ગરબા રમીને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું

રાજકોટ,

સમગ્ર ગુજરાત રાજ્યમા દિન પ્રતિદિન વધતી જતી મોંઘવારીને કારણે અને ખાદ્ય પદાર્થ એટલે કે તેલના ભાવ આસમાને ચડી ગયા હોય ત્યારે સામાન્ય અને મધ્યમ પરીવારજનો મોંઘવારીનો માર સહન ન કરી શકે તેમ ન હોય ત્યારે ધોરાજી લાલા લજવતરાઈ કોલોની વિસ્તારની મહિલાઓએ મોંઘવારી મુદ્દે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું. જેમા ખાદ્ય પદાર્થ એટલે કે ખાવાના તેલના ભાવોમા તોતીંગ ભાવ વધારો થઈ રહયો છે ત્યારે મધ્યમ વર્ગ ગરીબ પરીવાર જનોને પોતાનુ ગુજરાન ચલાવવુ મુશ્કેલ બન્યુ છે. ત્યારે તેલના ખાલી ડબ્બાઓ માથે રાખીને રાસ ગરબા રમીને પોતાનો રોષ વ્યક્ત કરેલ અને મોંઘવારીને મુદ્દે ધોરાજીની મહિલાઓ લાલઘૂમ થઈ ગયેલ હોય ત્યારે વિધવા બેનોએ પોતાના પરીવારજનોનુ ઘર ગુજરાન કઈ રીતે ચલાવુ એ પણ મોટો પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે.

મોંઘવારીમા હાલ હેરાન પરેશાન થયેલ બે વર્ષ અગાઉ કોરોનાએ ગરીબ પરીવાર મધ્યમ પરીવારજનોના ધંધા રોજગાર બંધ થયેલ માંડ માંડ કોરોનાનો કાળ પતયો ત્યા મોંઘવારીએ ગરીબ પરીવારજનોને હેરાન પરેશાન થઈ ગયેલ ત્યારે મહિલાઓ દ્વારા સરકાર તાત્કાલિક યોગ્ય પગલા લઈને મોંઘવારીને કાબુમા લેવા માટે અને દિન પ્રતિદિન ખાદ્ય પદાર્થ જેવા કે ખાવા માટેના તેલના ભાવો નિયંત્રણમા લેવાના પ્રયત્ન સરકાર કરે તેવી માંગ શાથે ધોરાજીની મહિલાઓએ તેલ ના ડબ્બાઓ માથે રાખીને મોંઘવારી મુદ્દે અનોખી રીતે રાસ ગરબા રમીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here