ઈન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા કેળવી શરીર સબંધ બાંધ્યા બાદ ગર્ભવતી બનતા ભાંડો ફૂટ્યો.

ધોરણ 12માં ભણતી વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી પ્રેમીઍ ગર્ભવતી બનાવી હતી. બાદમાં કીશોરી ટેન્શનમાં આવી બોર્ડની પરીક્ષાના બે પેપર આપી શકી હતી.

બનાવને પગલે દુસકર્મ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે.. કિશોરીને પ્રેમજાળમાં ફસાવવાનું યુવકને પડ્યું ભારે.

સુરત,

સુરતના ગોડાદરા મહારાણા પ્રતાપ ચાર રસ્તા વિસ્તારમાં રહેતી ધો-૧૨ની સગીર વિદ્યાર્થીનીને ઈન્સ્ટાગ્રામ મારફતે પરિચયમાં આવેલા યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવકે લગ્ન કરવાની લાલચ આપી વિદ્યાર્થીની સાથે તેની મરજી વિરુધ્ધ ચારેક વખત શારીરીક સંબંધો બાંધ્યા હતા તે દરમ્યાન વિદ્યાર્થીનીને ત્રણ માસનો ગર્ભ રહી ગયો હતો. ગર્ભવતી બનતા ટેન્શનમાં આવીને વિદ્યાર્થીનીઍ હાલમાં ચાલતી ધો-૧૨ના બોર્ડની પરીક્ષાના બે પેપર આપ્યા હતા બાદમાં કિશોરીને અચાનક ઉલટી થતા ગભરાય ગઈ હતી અને તબીબ પાસે લઈ જતા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં કિશોરીના પરિવારે ગોડાદરા પોલીસમાં ફરિયાદ નોîધાવતા પોલીસે ગુનો દાખલ કરીને કિશોરીને પ્રેમજાળમાં ફસાવનાર અને ગર્ભવતી બનાવનાર આરોપી શક્તિ યાદવની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે….

મળતી માહિતી મુજબ સુરતના મહારાણા પ્રતાપ ચાર રસ્તા રૂષિનગર સોસાયટીમાં રહેતા શક્તિ અનિરૂધ્ધ યાદવઍ નજીકમાં રહેતી ધો-૧૨માં અભ્યાસ કરતી ૧૬ વર્ષીય સગીરા સાથે ઈન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા કેળવી હતી ત્યારબાદ બંને જણા ઍકબીજા સાથે વાતો કરતા પ્રેમસંબંધ થયો હતો. શક્તિઍ વિદ્યાર્થીનીને લગ્ન કરવાની લાલચ આપી નવેમ્બર ૨૦૨૧થી ૩૦ માર્ચ ૨૦૨૨ દરમ્યાન અલગ અલગ જગ્યાઍ મળવા માટે બોલાવી તેની મરજી વિરુધ્ધ શારીરીક સંબંધો બાંધ્યા હતા. હાલમાં ધો-૧૨ના બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. દરમ્યાન સગીરાને ગત તા. ૩૦મીના રોજ ઉલ્ટી થવા લાગ્યા તેના માતા પિતા તેને સારવાર માટે ખાનગી દવાખાને લઈ ગયા હતા ત્યાં સગીરાને ત્રણ માસનો ગર્ભ હોવાનુ બહાર આવતા સગીરા સહિત પરિવારના પગતળે જમીન ખસી ગઈ હતી. કિશોરી ગર્ભવતી થતા બોર્ડના બીજા પેપર આપી શકી ન હતી…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here